Vadodara

વડોદરા: કોંગ્રેસ મુક્ત અને ભાજપા કોંગ્રેસ યુક્ત થવા તરફ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપતા રાજકીય મોરચે ગરમાવો

વડોદરા: વડોદરા (Vadodara) શહેર કોંગ્રેસના (Congress) પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે આજે પક્ષમાંથી અચાનક રાજીનામુ (Resign) ધરી દીધું હતી. વડોદરા કોંગ્રેસ પ્રમુખના જન્મદિવસે પૂર્વ પ્રમુખે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી કેરસિયો ધારણ કરવાની દિશા તરફ પ્રયાણ કર્યું છે. પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે બે લીટીનું રાજીનામું પક્ષ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ઉદ્દેશીને મોકલી આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) આગેવાનીમાં (BJP) દેશને કોંગ્રેસ મુક્ત કરવાનું સૂત્ર આપવામાં આવ્યું હતું. તે દિશામાં વડોદરા શહેર પણ આગળ ધપી રહ્યું છે. એક કોંગ્રેસમાંથી કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે. શહેર કોંગ્રેસ મુક્ત ચોક્કસ થઇ રહ્યું છે સાથે સાથે ભાજપા કોંગ્રેસ યુક્ત થઇ રહ્યું છે.

આજે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે પક્ષના પદેથી રાજીનામુ ધરી દીધું હતું. માત્ર બે લીટીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સંબોધી પોતાનું રાજીનામુ આપી દીધું હતું. અને આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં તેઓ વિધિવત ભાજપામાં પ્રવેશ કરશે તેવી શક્યતાઓ છે. વડોદરાના કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીનો આજે જન્મદિવસે જ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પાર્ટીના તમામ પદ-હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અને રૂત્વિજ જોશીને પૂર્વ પ્રમુખે બર્થ ડે ની રિટર્ન ગિફ્ટ આપી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે આંતરિક ખટરાગ હોવાની પણ ચર્ચા છે.

અંતરઆત્માએ કહ્યું કે, હિંદુત્વના રાજમાં કાર્યકર તરીકે જોડાવવું છે
પૂર્વ પ્રમુખે કહ્યું કે મેં કોંગ્રેસના તમામ સભ્ય પદ સહિત પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે. 17, સપ્ટેમ્બરના રોડ વડાપ્રધાન મોદીના જન્મદિવસે મારા કાર્યકરો સાથે ગુજરાતની રાજનિતી તરફ આગળ વધવા માંગે છે. તેમની સાથે હું જોડાવવાનો છું. આવનાર દિવસમાં પ્રજાહિતના કામોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો આગળ લઇ જવા માંગુ છું. હું કોઇ ચૂંટણી લડવાનો નથી. રાજીનામું આપવાનું કારણ એ છે કે, કોંગ્રેસ સાથે રહીને પ્રજાલક્ષી વિરોધ પણ કર્યા, સરકારના કામો પણ જોયા. મારા અંતરઆત્માએ કહ્યું કે, મારે હિંદુત્વનું રાજ છે, તેમાં એક કાર્યકર તરીકે, જવાબદાર નાગરિક તરીકે જોડાવવું છે. એટલે હું જોડાઇ રહ્યો છું. મને કોંગ્રેસના નેતાઓ સાથે જૂના સંબંધો છે. હું કોંગ્રેસના તમામ સભ્યોનો આભાર માનું છું. પણ અત્યારની રાજનિતીમાં મારી અંતરઆત્મા એવું કહે છે કે, મારે ભાજપ સાથે જોડાઇને પ્રજાલક્ષી કામો કરવા છે. હું ભાજપમાં જોડાવવાનો છું. 500 વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વને યાદ કરવામાં આવશે. – પ્રશાંત પટેલ , પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ

3000 કોંગ્રેસના કાર્યકરો ભાજપામાં જોડાશે
પ્રશાંત પટેલે વર્ષો સુધી સેવા આપી છે તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. એક કાર્યક્રમમાં તેઓને મળવાનું થયું અને અમે ભાજપમાં જોડાવા અપીલ કરી હતી. તેઓએ આજે રાજીનામુ આપ્યું છે. અને આગામી દિવસમાં પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તેઓને પક્ષમાં જોડીશું. પક્ષ સારા લોકો, વિકાસ માટે કામ કરતા હોય તેઓને આવકારે છે. શહેરમાંથી આગામી દિવસોમાં 3000 જેટલા ભાજપામાં જોડાવાના છે. જેઓને કોંગ્રેસે RSSના કાર્યક્રમમાં જવા બાદલ સસ્પેન્ડ કર્યા છે તેવા સુરેશભાઈ પટેલ પણ ભાજપામાં જોડાવાના છે. – ડો. વિજય શાહ, પ્રમુખ, શહેર ભાજપા

Most Popular

To Top