Vadodara

આપણે બંને પોઝીટીવ છીએ તો પુત્રીનું બ્લડ ગ્રુપ પોઝિટિવ ક્યાંથી આવ્યું ? કહી પત્ની પર શક ટાંક્યો

વડોદરા: પતિના શંકાશીલ (Doubt) સ્વભાવ કારણે દંપતિને (Couple) ઘરસંસાર વિખેરાઇ જવાની અણીએ આવી પહોંચ્યો ગયો છે. પુત્રી હોસ્પિટલમાં (Hospital) દાખલ હતી ત્યારે તેની તબિયત જોવા માટે આવેલા પતિએ પત્નીને કહ્યું કે આપણે બંને પોઝીટીવ (Positive) છીએ, તો આનું બ્લડ ગ્રુપ (Blood Group) પોઝિટિવ ક્યાંથી આવ્યું. ખરેખર એવું ભાગ્યે જ જોવા મળે છે કે માતા-પિતા બંનેનો બલ્ડ ગૃપ પોઝિટીવ હોય તો બાળક પણ પોઝિટીવ જ આવે. તેથી ત્રાસથી કંટાળી આખરે પત્નીએ પતિ સહિત સાસરીયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ (Police) મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના મહિલા પોલીસ મથકમાં ફાલ્ગુનીબેને  ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન કમલેશ પરસોત્તમભાઇ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન બાદ અમે સોમા તળાવ વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નની શરૂઆતમાં સાસરીયાઓએ સારી રીતે રાખી હતી. બાદમાં પતિ, સાસુ, સસરા, નણંદ, ઘરકામ તથા કોઇને કોઇ બાબતે ઝઘડો કરતા હતા. મને મહેણાં મારતા કે, તું દહેજ ઓછું લાવી છે. પહેલી વહુ વધારે દહેજ લાવી હતી. મારા પતિને વિદેશ જવાનું હોવાથી મારી નણંદે મને કહ્યું કે, મારા ભાઇને વિદેશ જવા માટે તુ કમાઇને પૈસા આપ.

મારા સાસરીયાઓ મારા પતિની ચઢામણી કરતા પતિએ રૂપિયાની માગણી કરતા હતા. જેથી મેં મારા પિતા પાસેથી રૂ 50 હજાર લઇને તેનો ચેક આપ્યો હતો. આમ મારો સંસાર ચાલતો હતો. વર્ષ 2018 ના રોજ મારે ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. પુત્રી બિમાર થતા તે ખુબ રડતી હતી, તેને શાંત કરવા હું બેઠી ત્યાં તો મારા પતિએ મને કહ્યું કે, મારી મમ્મી વાસણ ધોવે છે, તું કેમ નથી ધોતી, તેમ કહી મને લાફો મારી દીધો હતો. જે બાદ હું મારી પુત્રીને લઇને પિયરમાં જતી રહી હતી. ત્યાર પછી મને પરત લઇ આવ્યા હતી. મારી પુત્રીની તબિયત બગડતા હું પિયર જતી રહી હતી.  ત્યાર પછીથી સમાધાનના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. છતાં તેઓ મને તેડવા આવ્યા ન હતા. બાદમાં મારી પુત્રીને આઇસીયુમાં દાખલ કરી હતી. ત્યારે તેણીને લોહી ચડાવવાનું હતું. જેથી મેં મારા પતિને ફોન કરીને હોસ્પિટલ આવવા જણાવ્યું હતું.

હોસ્પિટલમાં આવતા પતિએ મને કહ્યું કે, આપણે બંને પોઝીટીવ છીએ, તો આનું બ્લડ ગ્રુપ પોઝીટીવ ક્યાંથી આવ્યું. તેમ કહી મારા પર વહેમ-શક કરતા હતા અને ઝઘડો કરીને જતા રહ્યા હતા. વર્ષ 2022 માં ફાધર્સ ડે ના દિવસે હું મારી પુત્રીને ઇવા મોલમાં મારા પતિને મળવા માટે લઇ ગઈ હતી. તુ અપશુકનિયાળ છું, તારા લીધો મારી જીંદગી બગડી ગઇ, તું મને છુટાછેડા આપ તેવું ફોન પર જણાવતો હતો. પુત્રીના પાસપોર્ટના ડોક્યૂમેન્ટ્સ માંગતા તેણે આપવાની ના પાડી, અને તારાથી જે કેસ કરવા હોય તે કરી લે તેમ જણાવ્યું હતું.આખરે મહિલાએ પતિ કમલેશ પરસોત્તમભાઇ ચૌહાણ, સાસુ મંજૂલાબેન પરસોત્તમભાઇ ચૌહાણ, સસરા પરસોત્તમભાઇ ચૌહાણ તથા નણંદ મીનાબેન ધર્મેશભાઇ ચૌહાણ (તમામ રહે. સન રેસીડેન્સી, સોમા તળાવ, ડભોઇ રોડ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે..

Most Popular

To Top