Vadodara

વડાપ્રધાનના આગમન ટાણે લગાવેલા પોસ્ટરો જોખમી

વડોદરા : વડોદરા શહેરમાં અલગ અલગ સસ્થાઓ અને પાલિકા દ્વારા ઠેર ઠેર જોખમી પોસ્ટરો રાતોરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે  લગાડવામાં આવ્યા હતા. હવે શું આ જોખમી પોસ્ટરો રાતોરાત પાલિકા દ્વારા દુર કરવામાં આવશે ખરા તે એક પ્રશ્ન શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની સભા સ્થળ લેપ્રસી મેદાન  બહાર મુકવામાં આવેલું કટાઉટ એક વખત તો માથાના ભાગેથી ફાટી ગયુ હતું જયારે વડાપ્રધાન સભા સંબોધ્યા બાદ આ કટ આઉટ પગના ઘુટણના ભાગેથી ફરીથી ફાટી ગયું છે.  આમ વડોદરા મહાનગર પાલિકાએ ચોમાસાના આગમનને ધ્યાને રાખીને પવન ફુંકાઇ રહ્યો છે, ત્યારે આ પોસ્ટરો અન્ય માટે જોખમી ન નિવડી તે માટે પાલિકા તંત્ર દ્વારા અને દુર કરવાની કામગીરી કરશે ખરી ?

વડોદરામાં ગઈકાલે લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ જંગી સભા નો સંબોધી હતી. તેમના આગમન પહેલા જ મહદઅંશે પવનો  ફુંકાયો હતા . અને ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો. પવન ફુંકાવવાને કારણે એરપોર્ટ થી લેપ્રસી મેદાન સુધીના રોડ રસ્તાની વચ્ચે ડિવાઈડર પર લગાવેલ જોખમી હોર્ડિગ્સ રસ્તાની તરફ ઢળી ને આડા પડી ગયા હોવાનું ધ્યાને આવ્યું છે.   જેને કારણે શહેરીજનોને  ગાડીઓ ચલાવવા હાલાકીનો સામનો કરવો પડે છે. વાહન  ચાલકો  માંડ જોખમ લઇને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આ રસ્તા પર ઠેર ઠેર મોદીજીને આવકારવા પોસ્ટરો અલગ અલગ સસ્થાઓ અને પાલિકા દ્વારા ઠેર ઠેર જોખમી પોસ્ટરો સહિત અનેક પોસ્ટરો લાગ્યા છે. જો ચોમાસામાં વધુ જોરશોર થી પવન ફૂક્યા તો ક્યારે અચાનક પોસ્ટર નમી પડવાને કારણે કોઇ અનિઇચ્છનીય ઘટના પણ બની શકે છે. આ વિસ્તાર સિવાય શહેરના અનેક વિસ્તારો માં રોડ સાઇડ પર જોખમી પોસ્ટરો નો રાફડો ફાટ્યો છે. જો  ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવા જોખમી પોસ્ટરોને રાતોરાત લગાવી દેવામાં આવે છે તો રાતોરાત સત્વરે ઉતારી લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આવા જોખમી પોસ્ટર સામે પાલિકા તંત્ર ક્યારે કાર્યવાહી કરશે ખરી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિવાદન કરવા માટે પાલિકા દ્વારા મસમોટા બેનરો ડિવાઈડરના રોડ રસ્તા  પર દિવસ રાત એક કરીને લગાવામાં આવ્યા હતા. શું બેનરો જોખમી સાબિત થશે તેવું પાલિકાને ખબર હતી ખરી કારણ કે આ બેનરો રોડ રસ્તા વચ્ચે આવતા ડિવાઈડર પર લગાવેલ હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. કેમ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને પાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે કારણ કે રાતોરાત જે બેનરો પાલિકા લગાયા હતા તે બેનરો રોડ પર નમી ગયા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે તો શું પાલિકા જે બેનર લગાવનો રાફડો ફાટ્યો હતો તે  હટવાની કામગીરી કરશે ખરું તે એક શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે.

શહેરના દરેક ચાર રસ્તા પર આવા જોખમી પોસ્ટરો લગાડવામાં આવે છે પણ પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી  કરી છે તેવા પોકળ દવા કરી રહી છે જે એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી જ્યાં જુવો ત્યાં બેનર જ બેનર જોખમી રીતે લગાયા હોય તેવું દેખાય આવે છે. આમ  વરસાદની સિઝનમાં તંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ રસ્તાઓ પર આવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તે એક પ્રશ્ન શહેરીજનો માટે સર્જાયો છે.

Most Popular

To Top