National

‘જ્યાં વોટ ત્યાંજ વેક્સિન’ મતદાન મથક પર જ રસી મળશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( cm arvind kejriwal) સોમવારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ ( vaccination) માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે રસીકરણ દિલ્હીના મતદાન મથક પર કરવામાં આવશે. આ માટે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર યોજનાની વિગતવાર સમજૂતી આપી હતી.

કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સની મુખ્ય વાતો-
કેજરીવાલે જણાવ્યું હતું કે, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આજથી દિલ્હીમાં નવી યોજના શરૂ થઈ રહી છે, જેનું નામ ‘જહાં વોટ વહીં વેકસીનેશન ‘ છે. આ અભિયાન અંતર્ગત, અમારું ઉદ્દેશ એ છે કે જો ચાર અઠવાડિયામાં રસીની ( vaccine) કમી ન હોય, તો 45 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. દિલ્હીમાં આશરે 57 લાખ લોકો 45 વર્ષની વયથી ઉપર છે. તેમાંથી 27 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉંમરના 30 લાખ લોકોને રસી આપવાની છે. અમે દિલ્હીમાં જે રસીકરણ કેન્દ્રો ખોલ્યા છે તેમાં આવતા લોકોની સંખ્યા ખૂબ ઓછી થઈ છે, આ એક મોટી સમસ્યા છે. આને કારણે, ઘણી બધી વેક્સિન બચી જાય છે.

આ અભિયાન અંતર્ગત, અમે નિર્ણય લીધો છે કે હવે અમારે લોકોના ઘરે જવું પડશે. આ અભિયાન અંતર્ગત અમે લોકોના ઘરે ઘરે જઈશું.
અમે લોકોને જઈને કહીશું કે તમે જ્યાં પણ મત આપવા જાઓ છો ત્યાં તમે જાવ, અમે તમારા રસીકરણ માટેની વ્યવસ્થા ત્યાંજ કરી છે. લોકોના મતદાન મથકો સામાન્ય રીતે ચાલવાના અંતરે હોય છે, તેથી જ અમે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કર્યું છે.

આજથી આ અભિયાન દિલ્હીના 70 વોર્ડની અંદર શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં કુલ 272 વોર્ડ છે અને ત્યાં બે વિધાનસભાઓ છે.
આ અભિયાન દર અઠવાડિયે 70-70 વોર્ડમાં હાથ ધરવામાં આવશે. એક રીતે, સમગ્ર અભિયાન ચાર અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.

સપ્તાહની શરૂઆતમાં બૂથ લેવલ અધિકારીઓની તાલીમ લેવામાં આવશે. આ અધિકારીઓ બે દિવસ તેમના ક્ષેત્રના દરેક ઘરે જશે, ત્યાં જઈને પૂછશે કે તમારા ઘરમાં 45 વર્ષથી ઉપરના લોકો કેટલા છે. આ કામ મતદાર યાદીમાંથી પણ થઈ શકે છે પરંતુ ઘણી વખત યાદીમાં નામ નથી હોતું. આવી સ્થિતિમાં, ઘરે જઇને જાણી શકાય છે કે 45 વર્ષથી ઉપરના લોકો ઘરમાં કેટલા છે. અધિકારીઓ ઘરોમાં જઈને પૂછશે કે 45 ઉપરની ઉમ્મર વાળું કોઈ છે કે કેમ, તેને રસી મળી છે? જો તે નહીં હોય તો મતદાન અધિકારીઓ તે લોકોને સ્લોટ આપીને આવશે. તેમને આ સમયે મતદાન મથક પર આવવા અને રસી અપાવવા માટે કહેવામાં આવશે.

જો કોઈએ સંપૂર્ણપણે ઇનકાર કર્યો કે તેઓ રસી લેવા માંગતા નથી, તો બૂથ લેવલ અધિકારી તેમને સમજાવવા અને મનાવવાનો પ્રયાસ કરશે. મતદાન અધિકારી સાથે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એક ટીમ રહેશે. આ રીતે, બે-ત્રણ લોકોની ટીમ દરેક ઘરે જશે. લોકોને સ્લોટ આપીને આવશે. આજે બૂથ લેવલ અધિકારીઓની તાલીમ ચાલી રહી છે. આવતી કાલે એટલે કે મંગળવારે તે લોકો ઘરે ઘરે આવશે અને બીજા દિવસ માટે સ્લોટ આપશે. ત્યારબાદ બુધવારે તેઓ લોકોના ઘરે જશે અને ગુરુવારનો સ્લોટ આપીને આવશે.

Most Popular

To Top