નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ(COVID)ના કેસ વચ્ચે રસી (VACCINE) લેવાને પાત્ર એવા મહત્તમ લોકોને રસી આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)ના કહેવા મુજબ 11થી 14 એપ્રિલ સુધી દેશમાં ‘ટીકા ઉત્સવ’ અથવા વેક્સિન ફેસ્ટિવલ(VACCINE FEST)નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ (UP) અને બિહાર (BIHAR) જેવા રાજ્યો ‘ટીકા ઉત્સવ’ના સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં પાત્ર લોકો રસી મેળવે તે અંગે અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (PM YOGI) આદિત્યનાથે પણ ‘ટીકા ઉત્સવ’ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસી લે તે અંગે અપીલ કરી છે. ગુરુવારે કોરોના પરિસ્થિતિ અને ચાલુ રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ વધુ કેસ ધરાવતા જિલ્લાઓમાં 45 વર્ષથી ઉપરના દરેક લોકોનું રસીકરણ કરવા તાકીદ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, જ્યોતિબા ફૂલે(JYOTIBAA FULE)ની જન્મજયંતિ 11 એપ્રિલ છે અને બાબા સાહેબ(BABA SAHEB AMBEDKAR)ની જન્મજયંતિ 14 એપ્રિલે છે. શું આપણે ‘ટીકા ઉત્સવ’ અથવા વેક્સિન ફેસ્ટિવલનું આયોજન કરીએ અને ‘ટીકા ઉત્સવ’ માટે વાતાવરણ બનાવી શકીએ?
તેમણે કહ્યું હતું કે, આપણે એક ખાસ અભિયાન દ્વારા પાત્ર લોકોને રસી આપવી જોઈએ અને રસીનો શૂન્ય વ્યય થાય તે અંગે નિર્ણય લેવો જોઈએ. જો ‘ટીકા ઉત્સવ’ના ચાર દિવસમાં રસીનો શૂન્ય બગાડ થશે તો આપણી રસીકરણની ક્ષમતામાં પણ વધારો કરશે. તેમણે કહ્યું કે, ‘ટીકા ઉત્સવ’ દ્વાર વર્તમાન પરિસ્થિતી બદલવામાં ઘણી મદદ મળશે. આ અંગે ભારત સરકાર વધુમાં વધુ રસીના ડોઝ પૂરા પાડશે.
મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ‘ટીકા ઉત્સવ’ દરમિયાન મહત્તમ પાત્ર લોકોને રસી આપવાનો પ્રયાસ થવો જોઈએ.
કેટલાક રાજ્યોએ રસી ડોઝની ‘અછત’ દર્શાવી હતી. તે અંગે કેન્દ્રએ જણાવ્યું છે કે, તમામ રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં ડોઝ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ, તેમાંના કેટલાક લાયક લાભાર્થીઓને રસી આપવામાં અસમર્થ રહ્યા છે.