ગાઝીયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગાઝીયાબાદથી (Ghaziabad) આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાઝીયાબાદ જીલ્લાના ઇન્દિરાપુરમ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં બપોરે ભીષણ આગ લાગવાની ઘટના (Fire incident) બની હતી. તેની નજીક એક ગૌશાળા (Cowshed) છે. આ આગને ગૌશાળા સુધી પહોંચતા વાર ન લાગી. ખૂબ જ ઝડપથી આગ પાસે બનેલી એક ગૌશાળા સુધી પહોંચી ગઈ. મળતી માહિતી મુજબ આશરે 100 જેટલી ગાયો સળગીને મૃત્યુ પામી છે.
હિંડન નદીના કિનારે ઝુપડાઓમાં લાગેલી ભીષણ આગને કારણે પાછળ બનેલી ગૌશાળા પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઝૂપડપટ્ટીઓમાં લાગેલી આગને કારણે તેમાં રહેલા નાના સિલિન્ડર પણ આગ લાગવાને કારણે બ્લાસ્ટ થઈ રહ્યા હતા. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગે વિકરાળ થતી જોવા મળી રહી હતી. ગૌશાળામાં પણ મોટી સંખ્યામાં ગાયો હતી. આ આગ ત્યા પહોંચતા ગાયોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જોણ થતા તરત જ ગૌશાળાના માલિકે અનેક ગાયોનો બચાવ કર્યો હતો. . શ્રી કૃષ્ણા ગૌસેવાના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે આગને કારણે લગભગ 100 જેટલી ગાયો સળગીને મૃત્યુ પામી છે. તેમજ આજુબાજુ ઈમારતોને પણ ખાલી કરાવવામાં આવી છે. જેથી ત્યા કોઇ જાનહાનિ ન થઇ શકે.
આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઝડપી પવનને કારણે આગ વધુ વિકરાળ થતી ગઇ. આગ કયા કારણોથી લાગી તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી મળી શકી નથી. મળતી માહિતી મુજબ ઝૂપડપટ્ટીની નજીક કચરાના ઢગલામાંથી આ આગ લાગી હતી જણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને વિકરાળ થતી જોઈ લોકોમાં ભારે ડરનો માહોલ હતો. આ ઘટનાની જાણ CM આદિત્યનાથને થતા તેમણે બચાવ કાર્યોને ઝડપી બનાવવા માટે આદેશ આપ્યા છે. તેમજ 24 કલાકમાં તમામ પીડિતોને સંભવ મદદ પહોંચાડવાનો આદેશ પણ આપ્યો છે.
બોરીયાચ ટોલનાકા પાસેથી કતલખાને લઈ જતા 8 ગાય અને 4 વાછરડા ઉગારાયા, 4 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે કતલખાને લઈ જતા 8 ગાય અને 4 વાછરડાને ઉગારી 4 લોકોને ઝડપી પાડ્યા હતા. જે પૈકી એક ગાય મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે ગાય મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગૌરક્ષકોએ નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી અશોક લેલન ટ્રક (નં. જીજે-24-એક્સ-5883) ને રોકી જોતા 9 ગાય અને 4 વાછરડા હતા. દરમિયાન નવસારી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પહોંચી જોતા 9 ગાય પૈકી એક ગાય મૃત હાલતમાં હતી. જ્યારે 4 વાછરડાને કોઇપણ જાતના પાણી કે ઘાસચારા સુવિધા વગર ક્રુરતા પૂર્વક ભરી કતલખાને લઈ જવાના ઈરાદાથી હેરાફેરી કરી લઈ જતા હોવાનું જણાયું હતું. જેથી પોલીસે ગાય અને વાછરડા ભરેલો ટ્રક કબ્જે લઈ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવાણ ગામે રહેતા લલિત ઉમેદભાઈ મકવાણા, પ્રહલાદ દલા વાલ્મીકી, લલિત નરસિંહ માજીરાણા અને ભુજ સુરલ ભીત રોડ યાસીન પાર્કમાં રહેતા અસરફ અયુબ સાકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતા મુંબઈ ચિરાગનગર ઘાટકોપરમાં રહેતા અમીન અયુબ સાકીએ ગાયો મંગાવી હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે અમીનને વોન્ટેડ જાહેર કરી કુલ્લે 10.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.