નવી દિલ્હી: અતિક (Atiq) તેના ભાઈ અશરફ અને તેના પુત્રના એન્કાઉન્ટર પછી એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે ત્યારે આ વચ્ચે યુપી સરકારને પણ ધેરવામાં અલગ અલગ પાર્ટીઓ તરફથી ઘેરવામાં આવી હતી. ચર્ચામાં આવ્યું હતું કે યુપી સરકારમાં કાયદા વ્યવસ્થાનું પાલન થતું નથી ત્યારે યોગી સરકારે ખુલાસો કર્યો હતો કે તેઓની સરકાર આવ્યા પછી ઉત્તરપ્રદેશમાં રમખાણો ઓછાં થયાં છે. ત્યારે આ વચ્ચે હવે પ્રાયગરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
યુપીના એક કોંગ્રેસનાં ઉમેદવારે એક ડિમાંડ કરી છે જેને સાંભળી સૌ કોઈ ચોંકી જાય. વીડિયોમાં કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ માફિયા અતીક અહેમદને શહીદ કહ્યો હતો. આ ઉપરાંત રાજકુમારે અતીકને ભારત રત્ન આપવામાં આવે તેવી પણ માગ કરી હતી. આ સાથે તેની કબ્ર ઉપર ભારતનો તિરંગો પણ ઓઢાવ્યો હતો અને તેને સલામી આપી હતી. આ સાથે તેઓ અતીકને શહીદનો દર્જો અપાવશે તેવું પણ સાંભળી શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજકુમારે અતીક અને અશરફ બંનેને અમર પણ કહ્યાં હતા. આ વીડિયો વાઈરલ થતાની સાથે જ તેને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો હતો. આ ઉપરાંત તેની સામે FIR પણ કરવામાં આવી હતી. રાજકુમાર સામે FIR નોંધાયા પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.
આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં માજલગાંવ શહેરના ભર ચોક પર અતીક અહેમદનું બેનર લગાવવામાં આવ્યું હતું, જેના પર શહીદ લખેલું હતું. બેનર જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બેનર હટાવીને બે લોકોની ધરપકડ કરી હતી.
જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ, અતીક અહેમદ અને ભાઈ અશરફ અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવતા ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળેથી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી. 16 એપ્રિલના રોજ, અતીક-અશરફને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.