દેહરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) સરકારે મંગળવારે બહુપ્રતિક્ષિત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કર્યું. આ બિલમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન રિલેશનશિપને લઈને ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. બહુપત્નિત્વ પર પણ રોક લગાડવામાં આવશે. આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેવભૂમિ ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટમાં 400 થી વધુ વિભાગો છે જેનો ઉદ્દેશ્ય પરંપરાગત રિવાજોથી ઉદ્ભવતી વિસંગતતાઓને દૂર કરવાનો છે.
લિવ ઇનમાં રહેવા ઇચ્છુક યુગલો વેબ પોર્ટલ પર નોંધણી કર્યા વિના સાથે રહી શકશે નહીં. નોંધણી ન કરવા બદલ, દંપતીને છ મહિનાની જેલ થઈ શકે છે. આ ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જો 21 વર્ષથી ઓછી ઉંમરના યુગલો લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે તો તેમણે પહેલા તેમના માતા-પિતાની સંમતિ લેવી પડશે. નોંધણી પછી રજિસ્ટ્રાર તેમના માતાપિતાને પણ આ વિશે જાણ કરશે. લિવ-ઈનમાં રહેતા યુવાનો આ રજિસ્ટ્રેશન રસીદ બતાવશે તો જ તેઓ ભાડા પર રહેવા માટે ઘર, હોસ્ટેલ અથવા પીજી મેળવી શકશે. લિવ-ઇન રિલેશનશિપ UCC માં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ છે. આ મુજબ ફક્ત એક પુખ્ત પુરુષ અને પુખ્ત સ્ત્રી જ લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકશે. તેઓ પહેલાથી પરિણીત ન હોવા જોઈએ અથવા કોઈ અન્ય સાથે લિવ-ઈન રિલેશનશિપમાં ન હોવા જોઈએ. જો યુવક ખોટી માહિતી આપે તો જિલ્લા રજિસ્ટ્રાર તેના માતા અને પિતાને પણ સમન્સ મોકલી શકે છે.
બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
કેટલાક કાયદા બહુપત્નીત્વને મંજૂરી આપે છે. હિંદુઓ, ખ્રિસ્તીઓ અને પારસીઓ માટે બીજા લગ્ન ગુનો છે અને સાત વર્ષની સજાની જોગવાઈ છે. તેથી જ કેટલાક લોકો ફરીથી લગ્ન કરવા માટે ધર્મ બદલી નાખે છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બહુપત્નીત્વ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
લગ્ન માટેની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવશે
ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ છે. જોકે કેટલાક ઇન્ટિરિયર તેમજ આદિવાસી વિસ્તારોમાં લગ્ન માટેની લઘુત્તમ ઉંમર અમુક જગ્યાએ નક્કી કરવામાં આવી છે અને અમુક જગ્યાએ નક્કી નથી. અમુક સામાજીક પરંપરાઓ પ્રમાણે કેટલાક ધર્મોમાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે પણ થઈ જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પરિપક્વ નથી તેવા સમયે તેઓના લગ્ન કરી દેવાય છે. જ્યારે અન્ય ધર્મોમાં લાગુ વય છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે. કાયદો બન્યા બાદ છોકરીઓના લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવશે.
- UCC લાગુ થયા પછી આ વસ્તુઓ બદલાશે
- UCC લાગુ થયા બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગશે
- છોકરીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી કરી શકાય છે
- લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારાઓ માટે નોંધણી જરૂરી રહેશે
- લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ તેમની માહિતી આપવી ફરજિયાત રહેશે અને આવા સંબંધોમાં રહેતા લોકોએ તેમના માતાપિતાને માહિતી આપવી પડશે
- જો લગ્ન નોંધાયેલ નથી, તો તે યુગલ કોઈપણ સરકારી સુવિધાથી વંચિત રહી શકે છે.
- મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર મળશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે
- પતિ અને પત્ની બંનેને છૂટાછેડાની પ્રક્રિયામાં સમાન પ્રવેશ મળશે
- નોકરી કરતા પુત્રના મૃત્યુના કિસ્સામાં વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી પત્નીની રહેશે અને તેને વળતર મળશે
- પતિના મૃત્યુની સ્થિતિમાં જો પત્ની ફરીથી લગ્ન કરે છે તો પ્રાપ્ત વળતર તેના માતાપિતા સાથે વહેંચવામાં આવશે
- અનાથ બાળકો માટે વાલીપણા માટેની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે
- પતિ-પત્ની વચ્ચેના વિવાદના કિસ્સામાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપી શકાય છે