ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) મસૂરી-દેહરાદૂન (Missouri-Dehradun) મુખ્ય માર્ગ પર શેરગડી પાસે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. આ હાઈવે (Highway) પર બસ બેકાબૂ બની ખીણમાં (valley) ખાબકી ગઈ હતી. યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા આસપાસના સ્થાનિકોએ પોસીસ તેમજ ફાય બ્રિગેડને જાણ કરી હતી. આ દુર્ઘટનાની માહિતી મળતા જ પ્રશાસન, પોલીસ, આઈટીબીપી, ફાયર બ્રિગેડ, 108, આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢીને સબ-જિલ્લા હોસ્પિટલ, લેન્ડૌરમાં મોકલવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ બસ દેહરાદૂન તરફ જઈ રહી હતી અને તે દરમિયાન ITBP પાસે એક વળાંક પર તે બેકાબૂ થઈ ગઈ અને ખાીણમાં પડી ગઈ હતી. માહિતી મળતાં જ આઈટીબીપી અને પોલીસ સ્ટેશન મસૂરી અને પોલીસ સહિત અન્ય રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજુ સુધી, બસમાં સવાર લોકોની વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. આ પહેલા પણ કેરળમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં પડી જતા મોટો અકસ્માત સર્જાયો હતો.
શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી ગઈ
થોડા દિવસ પહેલા જ કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવ્યું હતું કે ભક્તો મંદિરે ગયા હતા, બધા બસમાં બેસીને પરત ફરી રહ્યા હતા, પરંતુ ત્યારે આ તેઓને આ અકસ્માત નડ્યો હતો.
આ ઘટના અંગે જણાવવામાં આવ્યું હતું કે બપોરે લગભગ 1.30 વાગ્યે સબરીમાલા મંદિરથી શ્રદ્ધાળુઓની બસ પરત ફરી રહી હતી. બસમાં ઘણા બાળકો પણ સવાર હતા. પરંતુ વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી ખીણમાં પડી હતી. અકસ્માતમાં 62 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, 9 બાળકો પણ ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ તમિલનાડુના માયલાદુથરાઈના રહેવાસી હતા.