World

ક્રિકેટના ભ્રસ્ટાચારમાં બિટકોઈનનો ઉપયોગ : ICC એસીયુ ચીફ

નવી દિલ્હી : ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વે(ZIMBABWE)ના માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ (MATCH FIXING) માટે ક્રિપ્ટો કરન્સી (CRYPT O CURRENCY)ના ઉપયોગ તરફ દોરાયું છે, અને આ બાબત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના એન્ટી કરપ્શન યુનિટ (ACU) માટે નવો પડકાર છે, જો કે આઇસીસી એસીયુએ એવો દાવો કર્યો છે કે તેઓ આ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશની નેશનલ ટીમો ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અફગાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ) અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં કોચિંગ દરમિયાન શંકાસ્પદ ભારતીય બુકીને આંતરિક માહિતી આપી હોવાની વાત સ્ટ્રીકે સ્વીકાર્યા પછી આઇસીસીએ તેના પર 8 વર્ષનો પ્રતિબંધ મુક્યો હતો. બુકીઓ માટે અત્યાર સુધી રોકડ ચુકવણી સૌથી પસંદગીનો માર્ગ હતો, સાથે જ તેઓ કાર, ઝવેરાત અને મોંઘા ફોન તરીકે ચુકવણી કરતાં હતા.

જો કે સ્ટ્રીકના કેસમાં ભ્રષ્ટ ચુકવણીમાં ધ્યાન બીટકોઇન ભણી ગયું છે. આ કેસમાં આઇસીસીના વિસ્તૃત ચુકાદા અનુસાર સ્ટ્રીકને 2018માં ભ્રષ્ટ વ્યક્તિએ બે બિટકોઇન આપ્યા હતા, જેની કિંમત તે સમયે 35000 ડોલર હતી. આઇસીસી એસીયૂના જનરલ મેનેજર એલેક્સ માર્શલે ગુરૂવારે પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા માટે એ એક નવી બાબત છે, પણ અમારી પાસે સક્ષમ સ્ટાફ છે જે તેની તપાસ કરી શકે છે. જો કે સૌથી મોટો પડકાર એ છે કે ક્રિપ્ટો કરન્સીનું કોડિંગ તોડવું લગભગ અસંભવ માનવામાં આવે છે.

Most Popular

To Top