National

‘યુપી+યોગી, ખૂબ જ ઉપયોગી’, ગંગા એક્સપ્રેસ વેના ભૂમિપૂજન પ્રસંગમાં વડાપ્રધાન મોદીએ આપ્યું નવું સૂત્ર

શાહજહાંપુર: વિધાનસભા ચૂંટણી (Assembly election) પહેલા યુપીને (UP) વધુ એક એક્સપ્રેસ વે ની ભેંટ આપવા પહોંચેલા પીએમ મોદીએ (PMModi) વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. સીએમ યોગીના વખાણ પણ કર્યા હતા. મોદીએ ગંગા એક્સપ્રેસ વેના (Ganga Express way) ભૂમિપૂજન પ્રસંગે યુપીમાં 2017 પહેલાની સરકારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું, “પહેલા, અહીં શું કહેતા હતા, સૂરજ આથમતો હતો અને કટ્ટા લહેરાવનારાઓ રસ્તા પર આવી જતા હતા. કટા ગયા કે નહીં?, કટ્ટા જવા જોઈતા હતા કે નહીં?, દીકરીઓની સુરક્ષા પર રોજેરોજ સવાલો ઉઠી રહ્યા હતા. દીકરીઓ માટે કોલેજ સુધી શાળાએ જવું મુશ્કેલ બની ગયું હતું. વેપારીઓ સવારે ઘરથી નીકળતા હતા. ત્યારે તેઓને પરિવારની ચિંતા રહેતી હતી. ગરીબ પરિવારો જ્યારે અન્ય રાજ્યોમાં નોકરી કરવા જાય ત્યારે ઘર અને જમીન પર ગેરકાયદે કબજો થઈ જશે તેવી ચિંતા રહેતી હતી. પીએમ મોદીએ કહ્યું કે, યુપીમાં પહેલા તોફાનો ક્યારે થશે, ક્યાં આગચંપી થશે તે કોઈ કહી શકતું ન હતું. શહીદોની ભૂમિ પરથી વડાપ્રધાને જનતાને ‘યુપી વત્તા યોગી ખૂબ જ ઉપયોગી’ નું નવું સ્લોગન આપ્યું હતું.

ભાજપની સરકારે ખેડૂતો માટે બેન્કના દરવાજા ખોલ્યા

પીએમ કિસાન સન્માન યોજનાનો (PM Kisan sanman yojna) ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ યોજના હેઠળ ખાતામાં બે હજાર રૂપિયા પહોંચી ગયા છે, જેનો સૌથી વધુ ફાયદો નાના ખેડૂતોને (Farmers) થયો છે. તે નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (Kissan credit card) સાથે લિંક કરવામાં આવી રહ્યા છે. અગાઉ નાના ખેડૂતો માટે બેંકના દરવાજા ખુલ્લા નહોતા. એમએસપીમાં (MSP) રેકોર્ડ વધારો, રેકોર્ડ ખરીદી અને સીધા ખાતામાં પૈસા જવાથી ખેડૂતને મોટી રાહત મળી છે. તેમણે કહ્યું, અમારું ધ્યાન દેશમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવા પર છે. તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે.

ગામ નજીક જ રોજગારીની નવી તકોનું સર્જન કરાશે

ગામની નજીક જ સમાન માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવનાર છે. જેથી ઝડપથી નાશવંત અને વધુ ભાવ આપતા ફળો અને શાકભાજીની ખેતી કરી શકાય. આનાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોનું ઝડપી વિસ્તરણ શક્ય બનશે અને ગામની નજીક રોજગારીની નવી તકો ઊભી થશે. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષોથી અમે શેરડીના ખેડૂતોની દાયકાઓ જૂની સમસ્યાઓનો અંત લાવવા માટે નવા વિકલ્પો અને નવા ઉકેલો શોધવાનો પ્રયાસ કર્યો છે. આજે યુપી શેરડીના લાભકારી ભાવની બાબતમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. યોગીની સરકારે ચૂકવણીના સંદર્ભમાં નવા દાખલા સેટ કર્યા છે. 

Most Popular

To Top