ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સુલતાનપુરમાં (Sultanpur) પૂર્વાચલ એક્સપ્રેસ વેના (purvanchal Express Way) નિર્માણના દાવાઓ આ વરસાદી (Monsoon) ઋતુમાં સરકારની પોલ પકડાઈ ગઈ છે. લખનઉથી ગાઝીપુરને જોડતો પૂર્વાંચલ એક્સપ્રેસ વે બે દિવસથી ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયો છે. રોડ બેસી જવાથી લગભગ 15 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. મોડી રાત્રે આ ખાડામાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરથી પસાર થતી એક કારને (Car) નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે પૂર્વાંચલ એક્સપ્રેસ વે 15 ફૂટ ઉંડો ધસી પડ્યો, અનેક કાર ખાડામાં જઈ પડી
રાતોરાત ખાડાનું સમારકામ કરવામાં આવ્યું
હાલમાં યુપીડા (UPEDA) દ્વારા રાતોરાત રસ્તામાં પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ યુપી કોંગ્રેસે આ અંગે ટ્વિટ કરીને સરકારને ઘેરી લીધી હતી. કોંગ્રેસે લખ્યું છે કે સરકારના ભ્રષ્ટાચારનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 340 KM લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન 16 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુલતાનપુરના અરવાલ કિરી, કુરેભાર ખાતે હવાઈ પટ્ટીથી કરવામાં આવ્યું હતું. લખનઉ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકર નગર, આઝમગઢ, મૌ અને ગાઝીપુર જિલ્લાઓ સાથે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા.
એક્સપ્રેસ વે પર ઈમર્જન્સીના સમયે વાયુસેનાના ફાઈટર પ્લેન પણ લેન્ડિંગ કરી શકે છે
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઈમર્જન્સીના સમયે, ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન પણ લેન્ડિંગ કરી શકે છે અને પ્લેન ટેકઓફ પણ કરી શકે છે. આ માટે સુલતાનપુરમાં 3.2 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવી છે. બે દિવસથી અવિરત વરસાદને કારણે આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેમાં હલિયાપુર પાસે અચાનક જ રસ્તો તૂટી ગયો હતો અને લગભગ 15 ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો.
UPEDA દ્વારા રાતોરાત તેને સુધારી દેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડાને કારણે ઘણી ગાડીઓને પણ નુકસાન થયું હતું, પરંતુ લોકો મોટી દુર્ઘટનાથી બચી ગયા હતા. આ મામલે કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘તાજેતરમાં બનેલો પૂર્વાંચલ એક્સપ્રેસ વે બે વરસાદમાં પણ નથી જોઈ શક્યો કે તે પડી ગયો.’