લખનઉ(Lucknow): યુપી પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક (UP Police Recruitment Exam Paper Leaked) થયા બાદ યોગી સરકાર (Yogi Govt) સતત કડક કાર્યવાહી કરી રહી છે. મંગળવારે તા. 5 માર્ચના રોજ યુપી સરકારે (UP Govt) પોલીસ ભરતી બોર્ડના ડીજી રેણુકા મિશ્રાને હટાવી દીધા (UP Police Recruitment Board DG Renuka Mishra has been suspended) છે. હાલમાં તેમને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
ડીજી રાજીવ ક્રિષ્નાને ડીજી વિજીલન્સ એસ્ટાબ્લિશમેન્ટની સાથે ડીજી રિક્રુટમેન્ટ બોર્ડનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ સરકારે RO-AROની પ્રારંભિક પરીક્ષા રદ કરીને યુપી પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) પરીક્ષા નિયંત્રક અજય કુમાર તિવારીને પદ પરથી હટાવી દીધા હતા. તેઓ રેવન્યુ કાઉન્સિલ સાથે જોડાયેલા છે.
તમને જણાવી દઈએ કે 16 અને 17 ફેબ્રુઆરીએ સમગ્ર યુપીમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા યોજાઈ હતી. તેમાં લગભગ 50 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી લાખો લોકો આવ્યા હતા. પરીક્ષા રદ થયા બાદથી વિવિધ જિલ્લાઓમાં ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે.
ગત રવિવારે સિદ્ધાર્થનગર પોલીસે બિહારમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પેપર લીકનો માસ્ટરમાઈન્ડ બિહાર જેલના કોન્સ્ટેબલ નીરજ કુમાર વર્મા પણ ધરપકડ કરાયેલા આરોપીઓમાં સામેલ હતો. અગાઉ યુપી એસટીએફની ટીમે પોલીસ ભરતીની પરીક્ષાના પેપર ફોડનાર ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રયાગરાજના રહેવાસી અજય સિંહ ચૌહાણ અને સોનુ સિંહ યાદવ તરીકે થઈ છે. લખનૌના શહીદ પથ સ્થિત કિસાન બજાર પાસે STFએ તેને કર્યું.
6 મહિનામાં પરીક્ષા ફરી લેવાશે
રાજ્યભરમાં 17 અને 18 ફેબ્રુઆરી 2024ના રોજ લેવાયેલી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીની લેખિત પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું, જેના પછી દેશભરના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ યોગી સરકાર દ્વારા પરીક્ષા રદ કરીને ફરીથી 6 મહિનામાં પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. STF હજુ પણ પેપર લીકની આ ઘટનાની તપાસ કરી રહી છે. ઓફલાઈન લેવાયેલી આ પરીક્ષામાં 2 દિવસમાં 48 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી.