National

PM મોદી મથુરામાં: કૃષ્ણ જન્મ સ્થળ પર પૂજા કરી, મીરાબાઈ જયંતિ પર ટપાલ ટિકિટ બહાર પાડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે ઉત્તર પ્રદેશના કૃષ્ણનગરી મથુરા (Mathura) પહોંચ્યા હતા. અહીં સૌપ્રથમ વડાપ્રધાન શ્રી કૃષ્ણના જન્મસ્થળની મુલાકાતે ગયા હતા અને પૂજા-અર્ચના કરી હતા. આ પછી બ્રજ રાજ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને મીરાબાઈ પર ટપાલ ટિકિટ અને 525 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું કે મીરાબાઈ જેવા સંતે બતાવ્યું કે સ્ત્રીનો આત્મવિશ્વાસ સમગ્ર વિશ્વને દિશા બતાવવાનું કામ કરે છે. મીરાબાઈ મધ્યયુગીન કાળની એક મહાન મહિલા જ નહીં પરંતુ એક મહાન સમાજ સુધારક પણ હતા.

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના લોકોને બ્રજમાં આવવાનું સૌભાગ્ય મળે તો તેઓ તેને દ્વારકાધીશના વરદાન માને છે. માતા ગંગાએ મને બોલાવ્યો અને 2014થી હું તમારી વચ્ચે આવીને વસી ગયો. તેમણે કહ્યું કે આ ઉત્સવમાં મને સંત મીરાબાઈના નામના સિક્કા અને ટિકિટ બહાર પાડવાનો લહાવો મળ્યો છે. તેમણે કહ્યું કે 84 કોસનું આ બ્રજ મંડળ યુપી અને રાજસ્થાનને જોડીને રચાયું છે.

આ કોઈ સામાન્ય ધરતી નથી
વડાપ્રદાન મોદીએ મથુરામાં કહ્યું કે હું ભાગ્યશાળી છું કે આજે મને બ્રજ અને બ્રજના લોકોની મુલાકાત લેવાની તક મળી છે. કારણ કે જેને શ્રીકૃષ્ણ અને શ્રીજી બોલાવે છે તે જ અહીં આવે છે. આ કોઈ સામાન્ય ધરતી નથી. આ બ્રજ આપણું ‘શ્યામા શ્યામ જુ’નું પોતાનું ધામ છે. બ્રજ એ ‘લાલ જી’ અને ‘લાડલી જી’ ના પ્રેમનું સાચું મૂર્ત સ્વરૂપ છે. આ જ બ્રજ છે જેનું રાજ પણ આખા જગતમાં પૂજનીય છે. પીએમ મોદીએ કહ્યું કે આપણો ભારત હંમેશા એવો દેશ રહ્યો છે જે મહિલા શક્તિને પ્રોત્સાહન આપે છે. અહીં કાન્હાના શહેરમાં પણ લાડલી સરકાર ચાલે છે. કૃષ્ણના ના પહેલા રાધા બોલાય છે તો જ તેમનું નામ પૂર્ણ થાય છે.

Most Popular

To Top