ઉત્તર પ્રદેશના (UP) ગાઝિયાબાદ જિલ્લાની (Ghaziabad District) ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈવી પોઝીટીવ અને 17 કેદીઓ ટીબી પેશન્ટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ સમાચાર સામે આવ્યા બાદ જેલ (Jail) પ્રશાસને તમામ કેદીઓની તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે 5,500 કેદીઓની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 140 કેદીઓના રિપોર્ટ HIV પોઝીટીવ આવ્યા છે. જ્યારે 17 કેદીઓમાં (Prisoners) ટીબી ચેપ જોવા મળ્યો છે.
- ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈવી પોઝીટીવ અને 17 ટીબીના દર્દીઓ મળી આવ્યા
- 5,500 કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેલ પ્રશાસને તમામ કેદીઓની તપાસ કરાવવાનો નિર્ણય લીધો
- ચેપગ્રસ્ત કેદીઓને સારવાર માટે એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં મોકલવામાં આવ્યા
જેલ પ્રશાસને જણાવ્યું છે કે ચેપગ્રસ્ત કેદીઓને સારવાર માટે એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આ બાબત સામે આવ્યા બાદથી આરોગ્ય ટીમ તપાસમાં વ્યસ્ત છે કે આટલા કેદીઓને કેવી રીતે ચેપ લાગ્યો છે. જોકે તેનાથી જેલ પ્રશાસનને કોઈ ફરક પડતો નથી. જેલ પ્રશાસન તેને રૂટિન માની રહ્યું છે. આ રોગ જીવલેણ રોગ હોવાથી તેની સામે ખતરો રહે છે.
જેલ અધિક્ષક આલોક કુમાર સિંહે સ્વીકાર્યું કે જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. તેમણે કહ્યું કે હાપુડની જેલ પણ ગાઝિયાબાદ છે. એટલા માટે અહીંની જેલમાં કેદીઓની સંખ્યા વધુ છે. મેં 140 એચઆઈવી પોઝીટીવ દર્દીઓને કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. આ એક નિયમિત પરીક્ષા છે. દર્દીની જાણ થતાં જ તેની સારવાર પણ શરૂ થઈ જાય છે. તેમણે કહ્યું કે આ રોગ મોટાભાગના ડ્રગ એડિક્ટ્સમાં જોવા મળી છે. કારણ કે તેઓ એક જ સિરીંજ અને સોયનો નશો કરે છે. જેના કારણે રોગ ફેલાય છે.