Dakshin Gujarat

તસ્કરોએ GRC જવાનના ઘરને નિશાન બનાવ્યું: લાખોની મત્તા પર હાથફેરો કરી ગયા

ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં GRD જવાનના (GRD Jawan) મકાનને તસ્કરો નિશાન બનાવી સોના-ચાંદીનાં ઘરેણાં (Gold-silver Jewellery) મળી કુલ 2.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં રહેતા હસમુખ શંકર પરમાર નબીપુર પોલીસમથક ખાતે GRD જવાન તરીકે સેવા આપે છે. જેઓ ગત તા.૧૫ નવેમ્બરે રાતે પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. એ વેળા તસ્કરોએ GRD જવાનના મકાનને જ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂ.2.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

  • GRD જવાનના મકાનને તસ્કરો એ નિશાન બનાવ્યું
  • સોના ચાંદીનાં ઘરેણાં મળી કુલ 2.60 લાખના મુદ્દમાલ પર હાથ સાફ કર્યો

એંધલ ગામ પાસે હોટલ સામેથી બાઈક ચોરાઈ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર એંધલ ગામ પાસેની હોટલની સામેથી બાઈક ચોરી થઇ હોવાનો બનાવ ગણદેવી પોલીસમથકે નોંધાયો છે.નવસારીના છાપરા રોડ શુભમ પાર્ક સોસાયટીમાં હાર્દિકભાઈ હર્ષદભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 27 ઓક્ટોબરે હાર્દિકભાઈ તેમની બજાજ એવેંજર બાઈક લઈ નેશનલ હાઇવે નં.48 ઉપર ગણદેવીના એંધલ ગામ પાસે મેંગોવીલા ફાર્મ પાસે દરબાર હોટલની સામે તેમની બાઈક મૂકી હતી.

સ્ટીયરિંગ લોક તોડી તસ્કરો તસ્કરો બાઈક ચોરી ગયા
દરમિયાન સાંજે કોઈ અજાણ્યા ચોરે તેમની બાઈકનું સ્ટીયરિંગ લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી બાઈકની ચોરી કરી નાસી ગયો હતો. હાર્દિકભાઈને તેમની બાઈક ન દેખાતાં આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ તેમની બાઈક મળી ન હતી. જેથી બાઈક ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે હાર્દિકભાઈએ ગણદેવી પોલીસમથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી.આહીરે હાથ ધરી છે.

Most Popular

To Top