SURAT

કોરોના વેક્સિનેશન માટે સુરતી યુવાનોમાં દેખાયો અનોખો ઉત્સાહ : રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ

સુરતઃ ગુજરાતની સ્થાપના દિવસ (GUJARAT FOUNDER DAY) નિમિત્તે તા.1 લી મેના રોજ 18 થી વધુ વયના નાગરિકો માટે રસીકરણના મહાઅભિયાન(VACCINATION CAMPAIGN)નો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC)ના વિવિધ રસીકરણ કેન્દ્રો (CENTER) તથા જિલ્લાના રસીકરણ કેન્દ્રો પરથી સુરતીલાલાઓએ સવારથી જ લાઈન લગાવીને ઉત્સાહ સાથે વેકસીન મુકાવી હતી. સાથે જ દેશની ઉજ્જવળ યુવા પેઢી આગળ આવીને ઝડપથી વેકસીન લઈને દેશને કોરોના મુકત બનાવે તેવા સંદેશ (SPREAD MESSAGE) પણ ફેલાવ્યા હતા.

આયુષ શાહ

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર (HEALTH CENTER) ખાતે સવારથી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યુવાનો વેકસીન મુકાવવા માટે આવ્યા હતા. શહેરના ભાગળ, ગોપીશેરી ખાતે રહેતા 20 વર્ષીય યુવા આયુષ શાહે કહ્યું કે, મારા ઘરમાં સૌ કોઈએ વેકસીન મુકાવી છે. ‘દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના વેક્સીન અને કોવિડ-19 ની ગાઈડલાઈન્સ (COVID GUIDELINES) જ આપણા શસ્ત્રો છે. આપણે મેડીકલ સ્ટાફની જેમ જ દેશની સેવા તો નહી કરી શકીએ પણ હા કોરોના વેક્સીન લઈને આપણે દેશ સેવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી ભારતને કોરોનામુક્ત કરવામાં સહયોગ ચોક્કસ આપી શકીશું.

સૂરતીલાલાઓએ અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે વેકસીન મુકાવવા માટે લાઈન લગાવીઃ

સૈયદપુરા બોરડી શેરી ખાતે રહેતા 35 વર્ષીય રોકી પટેલે કહ્યું કે, જયારથી કોરોનાની વેકસીન આવી છે ત્યારથી હું તેને મુકાવવા માટે રાહ જોઈ રહ્યો હતો. પૈસા ખર્ચીને જો પ્રાઈવેટ હોસ્પિટલમાં વેકસીન મુકાવી આપે તે માટે બેથી ત્રણ વાર જઈ આવ્યો છું. આજે સરકાર વિનામુલ્યે રસીકરણ કરી રહી છે તો સૌ કોઈએ રસીકરણના અભિયાનમાં જોડાયને સુરત શહેરને કોરોના મુકત બનાવવા હાકલ કરી હતી.

ડ્રાફટમેન સિવિલમાં આઈ.ટી.આઈ.મજુરાગેટ ખાતે અભ્યાસ કરતા 23 વર્ષીય દિવ્યાંગ રવીન વ્યાસે કહ્યું કે, મે આજે રસી લીધી છે. મને કોઈ આડઅસર (NO SIDE EFFECT) થઈ નથી. હું મારા બધા જ મિત્રોને ઝડપથી વેકસીન લેવાનું કહીશ જેથી આપણે સૌ આ મહામારીમાંથી જલ્દી બહાર આવી શકીએ.

સ્મિત નાયક

સરથાણા વિસ્તારમાં રહેતા સ્મિત કુમાર નાયકે કહ્યું કે, મે તા.30 મી એપ્રિલના રોજ આરોગ્ય સેતુ એપ્લીકેશનના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી આજે ક્ષેત્રફળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેકસીન મુકાવી છે. આ એપ્લીકેશનના માધ્યમથી તાત્કાલિક મારું રજીસ્ટ્રેશન થઇ ગયું વધુમાં તેઓ કહે છે કે, આ રસીથી મને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. તેઓ જણાવે છે કે, પોતાના મિત્રોને પણ સત્વરે રસી લેવાનું કહીશ.

18 વર્ષથી વધુ વયના નાગરિકો માટે રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભઃ

ક્રિતીકા ગુગનાની

શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય ક્રિતીકા ગુગનાની જણાવે છે કે, મે આજે કોરોના વેકસીન લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. હું ઘણા દિવસોથી વેકસીન લેવા માટે રાહ જોઈ રહી હતી. જયારે સરકારે 18 થી વધુ ઉમરના લોકો માટે રસીકરણનો લાભ આપ્યો છે ત્યારે હું દરેક યુવાનોને અપીલ કરૂ છું કે, શહેરને કોરોના મુકત બનાવવા માટે તત્કાલ રસી મુકાવે.

વિનય પટેલ

મોરા ભાગળ ખાતે રહેતા 27 વિનય મુકેશભાઈ પટેલે વેક્સીન લીધા બાદ જણાવ્યું કે, ‘હું આ દિવસની ક્યારથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવાનું શરૂ થશે જે ઘડી આજ આવી ગઈ છે. તા.29 મીએ રજીસ્ટ્રેશન કરાવીને આજે રસી મુકાવી છે. કોઈ પણ અફવાઓથી દુર રહીને સૌ કોઈ કોરોના કહેરને ડામવા માટે વેકસીન મુકાવે તેવી અપીલ વિનય પટેલે કરી હતી..

Most Popular

To Top