નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું આજે બુધવારે તા.15 મેના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને છેલ્લાં 3 મહિનાથી દિલ્હીના AIIMSમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે નિધન થયું. સિંધિયા પરિવારની રાજ માતા માધવી રાજે સિંધિયા ઘણા સમયથી દિલ્હી AIIMS માં વેંટીલેટર પર હતા. માધવી રાજે સિંધિયા 3 મહિનાથી દિલ્હી AIIMSમાં તેમની સારવાર ચાલી રહી હતી અને તેઓ ન્યુમોનિયા અને સેપ્સિસથી પીડાઈ રહ્યાં હતા. તેમણે અંતિમ શ્વાસ આજે સવારે 9.28 કલાકે લીધા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયર લઈ જવામાં આવશે.
ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા તેમની તબિયત બગડી હતી. 3 મહિનાથી દિલ્હી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ અચાનક તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. ગુણા સંસદીય ક્ષેત્રે બીજેપી ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની પત્ની પ્રિયદર્શિની રાજે અને તેમના દીકરા મહાઆર્યમન સિંધિયાને ચૂંટણી પ્રચારના સમય પર તેમને વચ્ચે છોડીને દિલ્હી દોડી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની પત્ની પ્રિયદર્શિની અને તેમનો દીકરો મહાઆર્યમન સિંધિયા એક મહિનાથી તેઓ ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગુણા – અશોક નગર અને શિવપુરીમાં હતા. ત્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતાની તબિયતમાં ઉતાર – ચઢાવના સમાચાર આવી રહ્યાં હતા.
1966ના ગ્વાલિયરના મહારાજા એટલે જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાના લગ્ન નેપાળના શાહી ઘરની રાજકુમારી માધવી રાજે સાથે થયા હતા. જો કે , 30 સપ્ટેમ્બર 2001ના માધવરાવ એક વિમાન દુર્ઘટમાં તેમનું નિધન થયું હતું.