Top News

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી, કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમને મદદ કરો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ (Volodymyr Zelenskyy) શનિવારે સાંજે ભારતના વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ઝેલેન્સકીએ ટ્વીટ (Tweet) કરી જણાવ્યું કે મેં વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી છે. એક લાખ ઘૂસણખોરોએ અમારા દેશ પર હુમલો કર્યો છે. અમારા મકાનો અને જમીનો પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારો તબાહ રહ્યા છે. તમે આ મુશ્કેલ સમયમાં અમને રાજકીય અને અન્ય મદદ (Help) કરો. અમે ઈચ્છીએ છીએ કે તમે UN સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેનને સમર્થન આપો. આપણે સાથે મળીને આનો સામનો કરવો પડશે. જણાવી દઈએ કે રશિયા સાથેના સંબંધોને જોતાં ભારતે આ મામલે મધ્યસ્થતા જાળવી રાખી છે. ભારત અને રશિયા બંને એકબીજાની નજીક છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને હવે એવું લાગવા લાગ્યું છે કે ભારત સમાધાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્થિતિની જાણકારી આપી હતી. રશિયાના હુમલાથી થયેલી તબાહીનું વર્ણન કરતા તેમણે ભારત પાસે મદદ માંગી છે. ઝેલેન્સકીએ કહ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. રશિયન હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા. અત્યારે અમારી જમીન પર એક લાખથી વધુ ઘૂસણખોરો હાજર છે. તેઓ અમારા રહેણાંક વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકા કરી રહ્યા છે. પીએમ મોદીને આ હુમલા સામે સુરક્ષા પરિષદમાં અમને રાજકીય સમર્થન આપવા વિનંતી કરી છે.

રશિયા સાથેના તેના સંબંધોને જોતાં ભારતે આ મામલે મધ્યસ્થતા જાળવી રાખી છે. યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવ પરના મતદાનમાં પણ ભારતે ભાગ લીધો ન હતો. તે પોતાના જૂના મિત્ર સામે બોલવા બિલકુલ તૈયાર નથી. અમેરિકા અને યુરોપના દેશો સાથે સારા સંબંધો હોવા છતાં તેમણે તેમની સાથે તાલમેલ બેસાડવાનું ટાળ્યું છે. આ દેશો રશિયા વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહ્યા છે. મંત્રણા દરમિયાન ઝેલેન્સકીએ યુએન સુરક્ષા પરિષદમાં પીએમ મોદી પાસેથી રાજકીય મદદ માંગી હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન રશિયાએ ભારત દ્વારા અપનાવવામાં આવેલા ન્યાયી વલણની પ્રશંસા કરી છે. રશિયાએ કહ્યું કે ભારતે અત્યાર સુધી સમગ્ર મામલામાં તાર્કિક વલણ અપનાવ્યું છે અને પરિસ્થિતિને અતિશયોક્તિ કરવાને બદલે વાતાવરણને શાંત કરવાની વાત કરી છે.

Most Popular

To Top