National

UDGAM પોર્ટલ: RBI એ બેંકોમાં પડેલી દાવા વગરની થાપણો શોધવા માટે પોર્ટલ લોન્ચ કર્યું

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ ગુરુવાર 17 ઓગસ્ટના રોજ દાવો ન કરેલી થાપણો શોધવા માટે UDGAM (અનક્લેઈમ ડિપોઝિટ – ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન) નામનું કેન્દ્રિય વેબ પોર્ટલ (Web Portal) શરૂ કર્યું છે. આરબીઆઈ દ્વારા લોન્ચ કરાયેલા આ પોર્ટલની મદદથી ગ્રાહકો માટે એક જ જગ્યાએ બહુવિધ બેંકોમાં (Bank) દાવા વગરની થાપણો શોધવાનું સરળ બની શકશે.

  • બેંકો તેમની વેબસાઈટ પર દાવા વગરની થાપણોની યાદી પ્રકાશિત કરે છે
  • આ અંગેના ડેટા મેળવી શકાય તે માટે RBIએ એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવાનું નક્કી કર્યું છે
  • જેથી વપરાશકર્તાને ઇનપુટ્સના આધારે વિવિધ બેંકોમાં પડેલી સંભવિત દાવા વગરની થાપણો શોધવા માટે સક્ષમ બનશે

RBI દ્વારા જારી કરાયેલા રીલીઝ મુજબ બેંકો તેમની વેબસાઈટ પર દાવા વગરની થાપણોની યાદી પ્રકાશિત કરે છે. થાપણદારો અને લાભાર્થીઓ માટે આ ડેટાની પહોંચને બહેતર બનાવવા અને વિસ્તૃત કરવા માટે RBIએ એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવાનું નક્કી કર્યું છે. તે વપરાશકર્તાને ઇનપુટ્સના આધારે વિવિધ બેંકોમાં પડેલી સંભવિત દાવા વગરની થાપણો શોધવા માટે સક્ષમ બનાવશે. 6 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરાયેલ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પરના નિવેદનના ભાગ રૂપે ભારતીય રિઝર્વ બેંકે દાવો ન કરેલી થાપણોને ટ્રેક કરવા માટે કેન્દ્રિય વેબ સુવિધા બનાવવાની જાહેરાત કરી હતી.

UDGAM પોર્ટલનો હેતુ
વેબ પોર્ટલની રજૂઆત સાથે, ગ્રાહકો તેમની બિનઉપયોગી થાપણો અને ખાતાઓને સરળતાથી શોધી શકશે. આનો ઉપયોગ કરીને તેઓ કાં તો તેમની વ્યક્તિગત બેંકોમાં તેમના થાપણ ખાતા સક્રિય કરી શકે છે અથવા નહિ વપરાયેલ થાપણની રકમ મેળવી શકે છે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ આ પ્લેટફોર્મ સહભાગી સંસ્થાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (REBIT) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાઈનાન્સિયલ ટેકનોલોજી એન્ડ એલાઈડ સર્વિસીસ (IFTAS) સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યું હતું. હાલમાં ગ્રાહકો પોર્ટલ પર સૂચિબદ્ધ સાત બેંકો સાથે તેમની દાવા વગરની થાપણો વિશેની માહિતી જોઈ શકશે. જોકે પોર્ટલ પર બાકીની બેંકો માટે શોધ સુવિધા 15 ઓક્ટોબર 2023 સુધીમાં શરૂ કરવામાં આવશે.

દાવા વગરની થાપણ શું છે?
“દાવા વગરની થાપણો” એ બચત અથવા ચાલુ ખાતામાં પડેલા નાણાં છે જેનો ઉપયોગ 10 વર્ષથી કરવામાં આવ્યો નથી અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં જે પાકતી તારીખથી 10 વર્ષ સુધી ચૂકવવામાં આવી નથી કે પરત મેળવવામાં આવી નથી.

Most Popular

To Top