વડોદરા : થર્ટી ફર્સ્ટની નાઇટે શહેર શહેર મા એક તરફ નવા વર્ષની ઉજવણી ચાલતી હતી. યુવાધન નવા વર્ષ ને વધાવવા ડી જે ના તાલે ઝૂમી રહીયાઁ હતા. ફતેગંજ વિસ્તાર મા હજારો યુવક યુવતી ઓ નવા વર્ષ ને આવકારવા એકઠા થયા હતા ત્યારે શહેર ના બે યુવાનો વિશાલ રામનિવાસ કુમાવત રહેવાસી સંતોક ચેમ્બર નિઝામપુરા અને હરનીશ પ્રભાકરભાઈ જગતાપ રહેવાસી વિશ્વમૂર્તિ કોલોની ખંડેરાવ માર્કેટ બાઇક લઈને ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રે સવા એક વાગ્યે ફતેગંજ બ્રીજના જોખમી વળાંક પાસે તેઓ બ્રિજની પેરાફીટ સાથે બાઈક લઈને અથડાયા હતા.
બંને હવામાં ઉછળીને બ્રિજની નીચે પટકાયા હતા. લોહી લુહાણ હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થયા હતા. જે અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હર્નિશ સાવલીમાં અને વિશાલ રામનિવાસ કુમાવત નવાપુરામાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. પોલીસે તેઓના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી દોડી આવ્યા હતા.અને યુવાનો ના મૃત દેહ જોઈ ના ભારે આક્રદ કરતા હોસ્પિલ ના મધરાત ના શાંત વાતાવરણ મા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે કે અક્સમાત કેવી રીતે થયો 31 મી ડિસેમ્બર હોવાથી બન્ને યુવકોએ નશો કર્યો હતો કે કેમ કે પછી બાઈક ઓવર સ્પીડ મા હતી. જે તપાસ નો વિષય છે.