Vadodara

વડદલા ગામેથી ગૌવંશની તસ્કરી કરતા બે ઝડપાયા

સાવલી: સાવલી તાલુકાના વડદલા ગામ પાસેથી ગૌવંશ તસ્કરી કરતા બે ઈસમોને 12 ગાય અને વાછરડા તેમજ પિક અપ ટેમ્પો સહિત ૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપીને અગ્નિ વીર સંસ્થાના સેક્રેટરીએ સાવલી પોલીસને હવાલે કર્યા છે. સાવલી તાલુકાના વડદલા ગામ પાસેથી પસાર થતી બોલેરો પીકપ ટેમ્પો રેલવે ફાટક પાસે ઊભો હતો ત્યારે આ ટેમ્પોમાં છાણ અને ગૌમુત્ર પીકપ ડાલું માં થી ટપકતું હતું તેના પગલે ત્યાંથી પસાર થતા અગ્નીવીર સંસ્થાના સેક્રેટરી નેહલ બેન પટેલના ધ્યાને આવ્યું હતું અને ડ્રાઇવરની પૂછપરછ કરી ટેમ્પોમાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક વગર પાસ પરમીટે બાંધેલા ગાય વાછરડા અને પાડા જણાયા હતા.

આ ગૌવંશને કતલખાને લઇ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ટેમ્પોમાં સવાર બે ઈસમોને પૂછતા 1. અબદુલ સમય મકરાણી રહે વડોદરા તાલુકો સાવલી 2 ભગવાન ભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે વડદલા તાલુકો સાવલી ના હોવાનું બહાર આવ્યું હતું જ્યારે આ પશુઓ અમજદ ઉર્ફે સદામ ઔયુબખાં પઠાણ રહે વડદલા તેમજ ભગવાન ભરવાડે ભરાવ્યા હોવાનું બહાર આવ્યું હતુ કુરતાપૂર્વક બાંધેલા ગૌવંશને ડ્રાઈવરને પૂછતા ગોઠડા ગામે ઉતારવાના હોઈ  તેવી હકીકત જણાવેલ  હતી અને  ભવન ભરવાડ પણ આ ધંધામાં સાથે હોય તે તેવી હકીકત મળતા બંને ઈસમોને પકડી પાડી સાવલી પોલીસને સોંપ્યા હતા સાવલી પોલીસ દ્વારા કતલખાને લઇ જવાતા ૧૨ ગૌવંશ તેમજ પીકઅપ વાન તથા બે ઇસમો સામે પ્રાણી કુરતા અધિનિયમ હેઠળ ગુનો નોધી ૨.૨૫.૦૦૦નો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top