Sports

રણજી ટ્રોફીની મેચ રમવા એકસાથે બિહારની બે ટીમો મેદાન પર પહોંચી, પછી થઈ મારામારી

પટના: પટનાના (Patna) મોઇનુલ સ્ટેડિયમમાં વર્ષો પછી રણજી ટ્રોફી (RanjiTrophy) મેચ રમાઈ રહી છે. મુંબઈ (Mumbai) અને બિહાર (Bihar) વચ્ચેની જૂથની આ રણજી ટ્રોફી ક્રિકેટ મેચ જોવા માટે પહેલા જ દિવસે સ્ટેડિયમમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, મોઇનુલ હક સ્ટેડિયમના ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં સ્ટેડિયમની જર્જરિત હાલતની ટીકા કરવામાં આવી હતી.

પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદનો (VankateshPrasad) એક વીડિયો પણ ફરીથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે અહીંની સિસ્ટમની ટીકા કરતો જોવા મળ્યો હતો. આ મેચ માટે બીજી એક બાબત જે ચર્ચામાં છે તે બિહાર ક્રિકેટ એસોસિએશનની (BiharCricketAssociation) અંદરનો વિવાદ હતો. વાસ્તવમાં 5 જાન્યુઆરીથી શરૂ થયેલી મુંબઈ સામેની આ મેચ રમવા બિહારની (Bihar) બે ટીમો પહોંચી હતી.

ખરેખર, બિહાર ક્રિકેટ એસોસિએશને બે-બે ટીમોની યાદી જાહેર કરી છે. એક ટીમને બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ રાકેશ તિવારીએ જાહેર કરી હતી, જ્યારે બીજી તરફ બરતરફ સચિવ અમિત કુમારે બીજી ટીમની યાદી જાહેર કરી હતી.

હવે બંને ટીમોમાંથી કઈ ટીમ મુંબઈ સામે ટકરાશે તે અંગે બીસીએમાં વિવાદ થવા લાગ્યો હતો. સવારે બીસીએની બંને ટીમો સ્ટેડિયમની બહાર પહોંચી હતી. જોકે, પોલીસ ફોર્સે કડકાઈથી સેક્રેટરી ગ્રુપની ટીમને પોતાની જ બસમાં બેસાડી બહાર મોકલી દીધા હતા. ત્યાર બાદ BCA પ્રમુખ રાકેશ તિવારીએ જાહેર કરેલી યાદીમાંથી ખેલાડીઓએ મેચમાં ભાગ લીધો.

BCA ના OSD પર હુમલો થયો
જોકે થોડા સમય બાદ કેટલાક અજાણ્યા લોકોએ BCAના OSD મનોજ કુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. મારપીટ જેવી ઘટના પ્રકાશમાં આવી હતી.આ દરમિયાન કોઈએ તેના માથા પર પથ્થર વડે માર્યો હતો. જેના કારણે તે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ BCAએ કહ્યું કે તમામ ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારપછી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવી ઘટના ફરી ન બને.

Most Popular

To Top