સુરત : મહુવાના આંગલધરા ગામે બે ST બસ સામ સામે ભટકાતા અનેક મુસાફરો ઘવાયા હતા. વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત જેટલાં મુસાફરો ઘવાયા હતા. જેમાં પાંચ ઈજાગરસ્તોને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બે ને નવસારી હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. એસ ટી બસ બીલીમોરા થી વ્યારા તેમજ બીજી બસ બેડમાર ગામેથી નવસારી જતી હતી. હાલ અકસ્માત બાદ ST બસના અધિકારીઓ અને પોલીસ દોડતી થઈ ગઈ છે.
