સ્કૂલથી છૂટીને ઘરે આવતી બે વિદ્યાર્થિનીને ટ્રક ચાલકે અડફેટે લેતાં સ્થળ પર જ મોત

લીમખેડા : લીમખેડા નજીક મોટા હાથીદરા તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી પરત આવતા ટક  ચાલકે એક બાઈક તથા રસ્તે ચાલતી આવતી લીમખેડા નગર ની બે વિધાર્થીની  અડફેટે લેતાં બન્ને બાળા નુ ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ એક છોકરા ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં લીમખેડા નગરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. લીમખેડા નગરનાં રહેવાસી સતિષભાઈ લખારાની દીકરી મહેક બેન (ઉ.વ.૧૬) તેમજ લીમખેડા માર્કેટ રોડ પર આવેલા રામદેવજી મંદિર ના પૂજારી લલીત ભાઈ ની દીકરી હિમાંશી બેન (ઉ. વર્ષ.૧૫) લીમખેડા નજીક તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલ માં  ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી.

અભ્યાસ પતાવી પરત ચાલતી ધરે આવતી હતી ત્યારે ઝાલોદ તરફ જતી ટ્રક ચાલકે સૌ પ્રથમ એક બાઈક ને ટક્કર મારતાં બેને ઈજાઓ પહોંચાડી રસ્તે ચાલતી આવતી બન્ને વિદ્યાર્થીનીઓ પર  ટ્રાક ચડાવી દેતાં બન્ને નું  ધટના સ્થળે પર કરૂણા મોત નિપજ્યું હતું બનાવ ની જાણ લીમખેડા નગરમાં થતાં  લોક ટોળા ઉમટી પડ્યા હતા તેમજ જુવાન દીકરી ઓના મોત થતાં સમગ્ર નગરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી તેમજ બાઈક સવાર તથા પાછલ બેઠેલા યશ અંકીત સંધવી ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ પછી ટક ચાલક પોતાની ટ્રક મૂકીને નાશી ગ્યો હતો બનાવની જાણ થતાં લીમખેડા પોલીસ મથક ના પી આઈ એમ જી ડામોર તથા એ એસ આઈ  અર્જુન ભાઈ તથા  સ્ટાફ ધટના સ્થળે દોડી આવી બંને છોકરીઓ ની લાશ ને પી એમ માટે મોકલી આપી હતી.

Most Popular

To Top