Surat Main

સુરતમાં એક જ દિવસમાં 3 પોઝીટીવ નવા 13 શંકાસ્પદ

સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 45 વર્ષીય ન્યૂ રાંદેર ગોરાટ રોડના યાસ્મીન અબ્દુલવહાબ કાપડિયા તેમજ એહસાન રશીદખાન 52 વર્ષીય પુરુષ અમીન રેસીડેન્સી, ન્યૂ રાંદેર રોડ અને 80 વર્ષના આધેડ મહિલા દયાકોર હીરાલાલ ચાપડીયા કે જેઓ પોઝીટીવ દર્દી રમેશચંદ્ર્ રાણાના સાસુ છે તેઓના સંપર્કમાં આવ્યા હતા. જેઓને સમરસમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. અને તેઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. આજે શહેરમાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંકડો 17 પર પહોંચી ગયો છે.

સાથે જ સોમવારે વધુ 13 શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.

અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર જકાતનાકાના 49 વર્ષીય પુરૂષ છે તેમની કેરેલાની હિસ્ટ્રી છે અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેગમપુરાના 81 વર્ષીય વૃદ્ધા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને સુરત જનરલ હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે. નવાગામ ડિંડોલીનું એક વર્ષનુ બાળક છે તેને પથિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

પાલનપોરના 24 વર્ષના યુવક કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને પાંચમી એપ્રિલે મીશનમા દાખલ કરાયા છે.
-ચોક બજારના 81 વર્ષના આધેડ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને 3 જી એપ્રિલે મીશનમાં દાખલ કરાયા છે. રિપોર્ટ નેગેટિવ
-રૂસ્તમપુરાના 45 વર્ષીય મહિલા કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને 3 જી એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાઈ છે.
-સહારા દરવાજાના 29 વર્ષના યુવક કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને 5 એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા છે.
-કૈલાશ નગરના 63 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને 31 મી માર્ચે ટ્રીસ્ટારમાં દાખલ કરાયા છે. રિપોર્ટ નેગેટિવ
-પાંડેસરાના 28 વર્ષના યુવક કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને 6 એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા છે.
-ઉમરવાડાના 25 વર્ષની યુવતી કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને 6 એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા છે.
-બેગમપુરાના 80 વષર્ના મહિલા આધેડ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને 6 એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા છે.

નેગેટીવ રિપોર્ટની માહિતી

75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો, માનદરવાજાની 36 વર્ષની મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે સ્મીમેરમાં દાખલ હતી. ઉગતની 25 વર્ષીય યુવતી તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તે સ્મીમેરમાં દાખલ હતી, કોસાડની 20 વર્ષીય યુવતી તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે સ્મીમેરમાં દાખલ હતી. અડાજણના 62 વર્ષીય પુરૂષ તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેઓ મિશનમાં દાખલ હતા. પાલનપુર જકાતનાકાના અને કેરલની ટ્રાવેલ હિસટ્રી ધરાવતા 49 વર્ષીય પુરૂષ જેઓ સ્મીમેરમાં દાખલ હતા અને ડિંડોલીનું 1 વર્ષીય બાળક જે પથિક હોસ્પિટલમાં દાખલ હતું, જ્યારે ન્યુ રાંદેરરોડની 45 વર્ષીય મહિલા અને બેગમપુરાના 81 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પેન્ડિંગ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top