વડોદરા: હોટ સીટ ઉપર સામે બેસેલા સ્ટાર અમિતાભ બચ્ચન ની કોન બનેગા કરોડપતિ માં તમને ૨૫ લાખ રૂપિયાની લોટરી લાગી છે એવી લાલચ આપતા ઓનલાઇન ગઠિયાઓએ શેરડીનું કોલું ચલાવતા મધ્યમ વર્ગના મોભીના 2.77લાખ ખંખેરી લીધા. જે ૧લી એપ્રિલને એપ્રિલ ફૂલ નો દિવસ કહેવાય છે . એજ દિવસે હેપ્પી ન્યુ યર નો મેસેજ કરી ને સંપર્ક કરતાં ગઠીયાએ જણાવેલ કે કેબીસીમાં તમારો નંબર સિલેક્ટ થયો છે અને ૨૫ લાખની લોટરી લાગી છે એવી લાલચ વાડી શાસ્ત્રી બાગ પાસે પુરાના મકાનમાં રહેતા નાજુક ઈગ્લે ને આપી હતી સામેથી એસબીઆઇના અધિકારી નો નંબર આપતા આકાશ વર્મા એ મુંબઈ આવીને નાણાં લઈ જવાંજણાવ્યું હતું લોટરીના નાણાં મળવા બદલ ભરવાપાત્ર ટેક્સ ના નામે અલગ-અલગ બેંકના એકાઉન્ટ નંબર આપીને ફરિયાદીના 2.77 લાખ રૂપિયા ખંખેરી લેતા સાઈબર સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી
સાઇબર ક્રાઇમ એ ટેકનિકલ સ્ટોર્સના આધારે તપાસ નો દોર લંબાવતા આરોપીઓનું પગેરૂ ઉત્તરપ્રદેશમાં નિકલ્યું હતું. લખનઉ શહેરના ચીનહટ વિસ્તારમાં નેટવર્ક ધમધમતું હતું એના પર છાપો મારીને પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને ઓફિસમાં તપાસ કરતા જંગી જથ્થામાં બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતા જે દસ્તાવેજના આધારે લોકોને વિશ્વાસમાં લઈને લાખો રૂપીયા ખંખેરિયા બાદ બેંકમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા નોકરી આપવાના બહાને તો કોઈને લોટરી લાગવાના બહાને દેશભરના નિર્દોષોને ગેંગ લાલચ આપીને ઠગતી હોવાની કબુલાત આરોપી વિશાલ ભોલા પ્રસાદ વર્મા અને સંદીપકુમાર કંસલાલએ કરી હતી. લખનઉ અને આઝમગઢ ના કુખ્યાત ગેંગસ્ટરો સાથે આખી ટોળકીનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું હોવાની પોલીસે સંકા વ્યક્ત કરી છે.
બનાવટી આધાર અને પાનકાર્ડ બેન્ક ચેક કેમ નથી કરતી?
સાઇબર ક્રાઇમ એ કબજે કરેલા બનાવટી આધાર કાર્ડ અને પાનકાર્ડમાં તો અનેક ક્ષતિ સ્પષ્ટ નજરે પડે છે છતાં તે કાર્ડ આધારે બેંક સત્તાવાળાઓ કઈ રીતે એકાઉન્ટ ખોલી નાખે છે તે અચરજ ની વાત છે ગઠિયાઓ તો પોતાનો હેતુ પાર પાડવા માટે છેતરપિંડી કરે જ છે પરંતુ બેન્ક સત્તાવાળાઓની ગંભીર બેદરકારી અને ભૂલના કારણે નિર્દોષ લોકોના પૈસા બનાવટી કાગળના આધારે ખુલેલા ખાતામાંથી ટોળકીના સભ્યો ઉઠાવી જાય છે અને પોલીસ પૂછે તો બેન્ક સતાળા ઉડાવ જવાબ આપે છે છેતરપીનીના આ બનાવતી પોલીસ પણ ચોંકી ઉઠી છે કદાચ આગામી દિવસોમાં પૂછતા જ અર્થે સ્થાનિક બેંક સત્તાવાળાઓને પણ નોટિસ પાઠવે તો નવાઈ નહીં.
પોલીસે પર્દાફાશ કરવા વિશાલના પિતાનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું
પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા 12 પાસ વિશાલના કલરકામ કરતા પિતાનો સંપર્ક કરી ને છટકું ગોઠવ્યું હતું. પોલીસી ના પિતા પાસેથી કલર કામના બહાને તમામ વિગતો મેળવીને નેટવર્કના બે સાગરીતોને દબોચી લીધા હતા સિવિલમાં ડિપ્લો વિનોદ અભ્યાસ કરી ચૂકેલા સંદીપ એ પણ શોર્ટકટથી નાણા મેળવવા નેટવર્ક સાથે ઝંપલાવ્યું હતું.