World

ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ બીચ પર બે હેલિકોપ્ટર સામસામે અથડાયા, 4 પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત

મેલબોર્ન: સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ અને ન્યૂ યર (New Year) વિકેન્ડ પર આવતા હોવાથી દરેક પ્રવાસના સ્થળ પર ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના (Australia) ગોલ્ડ કોસ્ટના નોર્થ બીચ (Gold Coast North beach) પર એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. અંહી બીચ પર પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરની (Helicopter) મુસાફરીની સુવિધા ઉપલ્બધ છે. ત્યારે પ્રવાસીઓને લઈને ટેકઓફ કરતું એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટ સાથે જોરદાર અથડાયું હતું.

  • ગોલ્ડ કોસ્ટ બીચ વિકેન્ડ પર ખૂબ ભીડ જોવા મળે છે
  • ગોલ્ડ કોસ્ટના નોર્થ બીચના મેઈન બીચમાં સીવર્લ્ડ પાર્ક પાસે બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા
  • એક હેલિકોપ્ટર ટેકઓફ કરી રહ્યું હતું અને બીજું લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે ઘટના બની

મળતી માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયામાં સોમવારે એક બીચ પર બે હેલિકોપ્ટર અથડાયા હતા, અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ હેલિકોપ્ટર ગોલ્ડ કોસ્ટના મેઈન બીચ પાસે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ સ્થળ ક્વિન્સલેન્ડ રાજ્યમાં બ્રિસબેનથી 45 માઈલ દક્ષિણમાં આવેલું છે. ક્વીન્સલેન્ડ સ્ટેટ પોલીસના કાર્યવાહક નિરીક્ષક ગેરી વોરેલે જણાવ્યું હતું કે ગોલ્ડ કોસ્ટના નોર્થ બીચ પર મેઈન બીચમાં સીવર્લ્ડ પાર્ક નજીક બે હેલિકોપ્ટર અથડાયા હતા, જ્યારે અન્ય એક હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું. આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે એક હેલિકોપ્ટર મુસાફરોને લઈને ટેક ઓફ કરી રહ્યું હતું અને બીજું હેલિકોપ્ટર મુસાફરોને લેન્ડિંગ કરી રહ્યું હતું.

અકસ્માત બાદ એક હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું
આ ઘટના બની ત્યાર બાદ એક હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું જ્યારે બીજાનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. આ હેલિકોપ્ટરમાં મૃતકો અને ત્રણ ઘાયલો હતા. જ્હોન નામના પ્રત્યક્ષદર્શીએ મેલબોર્ન રેડિયો સ્ટેશન 3AW ને જણાવ્યું કે સીવર્લ્ડ સ્ટાફે હેલિકોપ્ટર ક્રેશ થયું હોય તેવો અવાજ સાંભળ્યો હતો. ત્યારે પોલીસઅધિકારોએ સીવર્લ્ડ ડ્રાઇવને ઘટનાસ્થળે જતી બંધ કરી પ્રતિબંધ લગાવ્યો હતો તેમજ નજીકમાં ‘સીવર્લ્ડ પાર્ક’ કરાવ્યું હતું.

ગોલ્ડ કોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે પોલીસ અને ડોકટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દેશના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંનું એક ગોલ્ડ કોસ્ટ રજાઓમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરોના ચીફ કમિશનર એંગસ મિશેલે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે અગાઉ જણાવ્યું હતું કે 13 લોકો ઘાયલ થયા હતા જો કે હાલ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top