લુણાવાડા : લુણાવાડાના દલુખડીયા સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે જતી કારે બે ગાયને હડફેટે ચડાવી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાય હવામાં ઉછળી હતી અને 200 ફુટ દુર જઇ પટકાઇ હતી. આ અકસ્માતમાં બન્ને ગાયના મોત નિપજ્યાં હતાં. જોકે, કારમાં વન વિભાગના કર્મચારીનો યુનિફોર્મ મળ્યો હતો. લુણાવાડાના દલુખડીયા સ્ટેન્ડ પાસે સર્જાયેલા અકસ્માતમાં પુરપાટ ઝડપે જતી કારે બે ગાયને ફંગોળી નાખી છે. જેમાં એક ગાયને તો 200 ફૂટ દૂર ફેંકી દીધી છે. પરંતુ કાર ચાલક તક મળતા ત્યાંથી ભાગી છૂટયો હતો. ગોધરા મોડાસા ચાર માર્ગીય રસ્તા પર દલુંખડીયા પાસે ઈયોન ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારતા હાઇવેની સાઈડ ઉપર ચાલતા બે અબોલા પશુઓને બાનમાં લીધા હતા. ગાડીની સ્પીડ અબોલા પશુઓના ઢસડાયેલા મૃતદેહને તેમજ ગાડીના આગળના ભાગના કુચ્ચા ઊડી ગયેલા દ્રશ્યો જોતાં ગાડી ખૂબ ઓવર સ્પીડમાં ભટકાઈ હોય તેવું લાગી રહ્યું છે. અહીં ઉપસ્થિત લોકચર્ચા પ્રમાણે ગાડી ખુબ જ સ્પીડમાં હતી. જેણે ધડાકાભેર બે અબોલા પશુઓને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બંને અબોલા પશુઓમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે.
લુણાવાડાના દલુખડીયા સ્ટેન્ડ પાસે કારની ટક્કરે બે ગાયનાં કમકમાટીભર્યા મોત
By
Posted on