સુરત (Surat) : રીંગરોડ ખાતે મદ્રાસ કાફે (Madrash Cafe) હોટલની ઉપર સગરામપુરા (Sagrampura) હીરામોદી શેરીના પહેલા માળે આવેલી બે દુકાનો જયેશભાઈ ચૌહાણે વધારે ભાડું (Rent) મળે તે માટે કૂટણખાનું (Brothel) ચલાવવા માટે ભાડે આપી હતી. પોલીસે રેઈડ (Police Raid) કરીને આ દુકાનમાંથી એક સંચાલક, 4 ગ્રાહક અને 2 કમિશન એજન્ટ સહિત સાતની ધરપકડ (Arrest) કરી હતી. તથા એક મહિલા અને પુરૂષ સ્પા (SPA) સંચાલકને તથા દુકાનના માલીકને વોન્ટેડ (Wanted) જાહેર કરી કુલ 11 મહિલાઓને મુક્ત કરાવી હતી.
- બે સ્પામાંથી પોલીસે સાતની ધરપકડ કરી 11 મહિલાઓને મુક્ત કરાવી
- વધારે ભાડાની લાલચે કુટણખાના માટે દુકાન ભાડે આપનાર તથા સ્પાના બે સંચાલક વોન્ટેડ
ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને રીંગરોડ પાસે આવેલા મદ્રાસ કાફે હોટેલની ઉપર સગરામપુરા હીરા મોદીની શેરીના પહેલા માળે તથા બીજા માળે સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસની ટીમે સ્થળ પર રેડ કરતાં પહેલા અને બીજા માળે નામ વગર ધમધમતા સ્પા હતા. પહેલા માળે એક મહિલા ખુરશી પર બેસેલી મળી આવી હતી. અંદર તપાસ કરતા ચાર કેબિનો બનાવી હતી. કુલ 6 મહિલાઓ ત્યાં મળી આવી હતી. કાઉન્ટર ઉપર બેસેલી મહિલાનું નામ પૂછતાં દિપાલીબેન ભગત સિંહ વાનખેડે (ઉં.વ.24, રહે. હરિહર નગર, બારડોલી સ્ટેશન પાસે) હોવાનું જણાવ્યું હતું. આ સ્પા દિપાલી પોતે સુરેન્દ્રભાઈ નામના વ્યક્તિ સાથે મળીને ચલાવતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે દુકાન અંગે પૂછપરછ કરતાં દુકાનના માલિક જયેશભાઇ ચૌહાણ (ધોબી) (રહે. સગરામપુરા) એ અહીં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની જાણ હોવા છતાં વધારે ભાડાની લાલચમાં આ દુકાનો ભાડે આપી હતી.
ત્યાર બાદ પોલીસે બીજા માળે આવેલા સ્પામાં પણ રેડ કરી હતી. અને ત્યાંથી પણ ચાર જેટલા કેબિન બનાવેલા મળી આવ્યાં હતાં. કાઉન્ટર ઉપર બેસેલા વ્યક્તિનું નામ પુછતા તેણે પોતાનું નામ સ્વાઈન કાલીચરણ વનમાળી (ઉં.વ.28, રહે. શ્રીનગર સોસાયટી, એલએચ રોડ, વરાછા) હોવાનું જણાવ્યું હતું. પોતે સ્પાનું સંચાલન કરતો હોવાનું જણાવી સ્પાના માલિકનું નામ રામ ઉર્ફે રામચંદ્ર સ્વાઈ (રહે. સુરત મૂળ ઓરિસ્સા) અને રીટાબેન ઉર્ફે પ્રાંતિ રડારકર પરીદા (નાયક) (રહે. પાંડેસરા) હોવાનું જણાવ્યું હતું. આ બંને પાર્ટનરશીપમાં જયેશભાઈ ચૌહાણ પાસેથી આ દુકાન ભાડે રાખી કુટણખાનું ચલાવતાં હતાં.
પોલીસે સ્થળ પરથી દિપાલીબેન ભગતસિંહ વાનખેડે, કમિશન એજન્ટ સંજય બોદી યાદવ અને ગ્રાહક તરીકે આવેલા મોહમ્મદ બાબર મસૂર અહેમદ, બિકા પ્રમોદ બિસ્વાલ, રાકેશ ઉપેન્દ્ર જૈના અને નારાયણ સીમાંચલ બિસ્વાલની ધરપકડ કરી હતી. તથા દુકાન માલિક જયેશભાઈ ચૌહાણ (ધોબી) અને બીજા માળે સ્પાના માલીક રામુ ઉર્ફે રામચંદ્ર સ્વાઈ અને રીટાબેન ઉર્ફે પ્રાંતિને વોન્ટેડ જાહેર કરી 11 મહિલાઓને મુક્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કાઉન્ટર પર બેસેલા બે કમિશન એજન્ટ મળી આવ્યાં
પોલીસને ત્યાં કાઉન્ટર ઉપર બેસેલા બે વ્યક્તિ મળી આવ્યાં હતાં. આ બંને વ્યક્તિ કમિશન એજન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને પૂછપરછ કરતાં સંજય બોદી યાદવ (ઉં.વ.29, રહે. આચાર્ય સોસાયટી, સગરામપુરા) અને આરીફ આલમખાન (ઉં.વ.28, રહે. આચાર્ય સોસાયટી, સગરામપુરા) આ બંને કમિશન એજન્ટો કસ્ટમરને લઈ આવતાં હતાં અને કમિશન મેળવતા હતા.