વૉશ્ગિંટન (Washington): અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) સમર્થકોએ બે દિવસ પહેલા કેપિટોલ હોલ (Capitol Hall) પર હુમલો કર્યા બાદ ટ્વિટર ઇન્કે શુક્રવારે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સેંકડો સમર્થકો દ્વારા બુધવારે યુએસ કેપીટલ હિલમાં તોફાન બાદ હિંસાને વધુ ભડકાવી હતી. ટ્વિટર આ ઘટનાને ખૂબ જોખમી ગણે છે અને એટલે જ ટ્વિટરે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતાને કાયમી ધોરણે બ્લોક કરી દીધું છે.
88 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટને સ્થગિત કરવાના પગલા બાદ ફેસબુકે પણ આના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તે ઓછામાં ઓછા ડોનાલ્ડ ટ્રમ્પનું ટર્મ પૂરૂ થવા સુધી તો તેનું અકાઉન્ટ બંધ રાખશે. જણાવી દઇએ કે 20 જાન્યુઆરીએ ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિ જો બાઇડનને સત્તા સોંપવાની છે. જણાવી દઇએ કે ટ્રમ્પે કહ્યુ છે કે તેની આ અમેરિકન ચૂંટણીમાં હાર થઇ છે કારણ કે વોટ ગણતરીમાં ભૂલો કરવામાં આવી છે. જો કે ટ્રમ્પે ચૂંટણી પહેલા જ પોતે ચૂંટણી હારે તો આસાનીથી વ્હાઇટ હાઉસ છોડવાની ના પાડી દીધી હતી. ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ @realDonaldTrump થી ચાલતુ હતુ.
જણાવી દઇએ કે થોડા મહિના અગાઉ પણ ટ્રમ્પ આવા જ વિવાદોમાં ફસાયા હતા. અને ત્યારે પણ ફેસબુકની ટ્રમ્પના ટ્વીટ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ ટીકા કરવામાં આવી હતી. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે જતા જતા ઘણા આકરા નિયમો બનાવ્યા છે. H-1B વિઝા માટે હાલની લોટરી પ્રક્રિયાને બદલે પગાર અને કુશળતાઓને પ્રાથમિકતાઓ આપવામાં આવી હતી. ફેડરલ રજિસ્ટરમાં આ અંગેનું એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને તે 60 દિવસમાં અમલી બનશે. એચ-1B વિઝાની ફાઇલિંગની આગામી સિઝન 1 એપ્રિલે શરૂ થનાર છે. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પુરો થવામાં બે સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે અમેરિકામાં ઇમિગ્રન્ટોના પ્રવેશને અટકાવવા આ એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બીજી બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, તેઓ 20 જાન્યુઆરીએ જો બિડેનના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિતિ નહીં રહે. આ માહિતી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટરના માધ્યમે આપી હતી. પોતાના અનુગામીના શપથવિધિમાં હાજર ન હોય એવા ટ્રમ્પ એન્ડ્રુ જૉન્સન બાદ પહેલા રાષ્ટ્રપતિ હશે. ટ્રમ્પની યોજનાઓને ધ્યાનમાં લીધા વિના 20 જાન્યુઆરીએ બિડેન બપોર પછી રાષ્ટ્રપતિ બનશે. ગુરુવારે ટ્રમ્પે એક વિડીયોના માધ્યમે એક નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતુ કે, તેઓ પોતાનું રાષ્ટ્રપતિ પદ છોડી દેશે. ટ્રમ્પે વીડિયોમાં કહ્યું હતું કે, 20 જાન્યુઆરીએ અમેરિકામાં નવા વહીવટ તંત્રની શરૂઆત કરવામાં આવશે.