નવી દિલ્હી : ટ્વીટરના (Twitter) નવા મલિક ઈલોન મસ્કે (Elon Musk) હવે નવી જાહેરાત કરી છે. જે તેના ટીકમાર્કને(Tickmark) લઇને કરવામાં આવી છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કનું કહેવું છે કે ટ્વિટરની વેરિફાઈડ સર્વિસ હવે ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. હવે ‘વેરીફાઈડ બેજ’એક કલર પૂરતો સીમિત નહિ રહે આવતા અઠવાડિયાથી જુદા જુદા રંગોના બેજ પણ હવે આવી રહ્યા છે. મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપની ટ્વિટર એકાઉન્ટ્સ માટે વિવિધ રંગીન ટિક માર્ક રજૂ કરવાની યોજના શરૂ કરશે. મસ્કે કહ્યું કે ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક ઉપરાંત ગોલ્ડ અને ગ્રે ટિક માર્ક આવતા સપ્તાહથી શરૂ થઇ જશે. મસ્કે ટ્વીટ કર્યું કે થોડા વિલંબ બદલ અમે માફી માંગીયે છીએ. અમે આવતા સપ્તાહથી વેરિફાઈડ પોલિસીમાં અસ્થાયી રૂપે ફેરફાર કરી રહ્યા છીએ. કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક, સરકાર અને સરકારી સંસ્થાઓ માટે ગ્રે અને સામાન્ય લોકો માટે બ્લુ ટિક માર્ક આપવામાં આવશે.
સામાન્ય લોકો માટે બ્લુ ટિક માર્કસ આપવામાં આવશે
ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક સિવાય ગોલ્ડ અને ગ્રે ટિક માર્ક શરૂ થશે. મસ્કે જણાવ્યું કે કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક, સરકાર અને સરકારી સંસ્થાઓ માટે ગ્રે અને સામાન્ય લોકો માટે બ્લુ ટિક માર્કસ આપવામાં આવશે.
72.4 ટકા લોકોએ તરફેણમાં મતદાન કર્યું હતું
અગાઉ બુધવારે, મસ્કએ એક ટ્વિટમાં પૂછ્યું હતું કે શું માઇક્રો-બ્લોગિંગ સાઇટને અન્ય સસ્પેન્ડેડ એકાઉન્ટ્સને ‘સામાન્ય માફી’ ઓફર કરવી જોઈએ. મસ્કે ટ્વિટર પર લખ્યું, “શું ટ્વિટરએ સસ્પેન્ડેડ એકાઉન્ટ્સ માટે સામાન્ય માફી ઓફર કરવી જોઈએ, જો કે તેઓએ કાયદો તોડ્યો ન હોય અથવા ગંભીર સ્પામમાં રોકાયેલા ન હોય?” સર્વેના પરિણામો અનુસાર, 30 લાખથી વધુ લોકોએ મતદાન માટે મતદાન કર્યું હતું. તેમાંથી, 72.4 ટકા બહુમતીઓએ માફીની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 27.6 ટકા અસહમત હતા.