દાહોદ: દાહોદમાં એક ટ્રક ડ્રાઇવરને હેરાન પરેશાન કરતો કિસ્સો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો પ્રમાણે જાણવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લાના પીપલોદ આસપાસમાં આવેલ ટોલટેક્ષ ખાતે એક ટ્રક ડ્રાઇવર પસાર થઈ રહ્યો હતો. ત્યારથી RTOના કેટલાક કર્મચારીઓ પોતાના વાહનો સાથે ટોલટેક્સ પર આવ્યા હતા અને ત્યાંથી પસાર થતી એક ટ્રકને ઊભી રાખી હતી.
એક ટ્રક ડ્રાઇવરના જણાવ્યા અનુસાર તેઓની પાસે આરટીઓની ગાડી લઇ કેટલાક RTOના કર્મચારીઓ આવ્યા હતા અને બેફામ ગાળો બોલી ટ્રકના ચાલકને કહ્યું હતું કે, ગાડીનો કોઈ ટેક્સ અથવા તો કોઈ વીમો, કાગળ વિગેરે નથી તો 50,000 રૂપિયા આપવા પડશે.
જેથી ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર દ્વારા ટ્રક ઊભી રાખી હતી અને સાઇડમાં કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે RTOના કર્મચારીઓ દ્વારા ડ્રાઇવર અને ક્લીનરને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા ડ્રાઇવર અને ક્લીનર દ્વારા હાઈવે રસ્તા પર ભારે અવર જવર હોવાને કારણે આખરે ટ્રકના ડ્રાઈવરે ટ્રક સાઇડમાં કરવા જતા રસ્તાની સાઈડમાં પલ્ટી ખાઇ ગઇ હતી જેને પગલે ટ્રકના ચાલક અને ક્લીનરમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યા હતો.