Vadodara

પાલિકા ચાર ઝોનમાં ઢોરને રાખવા માટે જગ્યા આપશે, રહેઠાણ માટે નહીં આપે

વડોદરા : શહેર ને રસ્તે રખડતા ઢોર થી મુક્ત કરવા શરુ કરાયેલા અભિયાન અંતર્ગત મંગળવારે  શહેર ભાજપા કાર્યાલય ખાતે ૧૫૦ પશુ પાલકો સાથે મિટીંગ યોજાઈ હતી. પશુપાલકો સાથે વહીવટીતંત્ર સંગઠન સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી.  પાલિકા ચાર ઝોનમાં ઢોરને રાખવા માટે જગ્યા આપશે પરંતુ રહેઠાણ માટે નહીં આપે.માલધારી સમાજ ના આગેવાનો એ કીધુ હતું કે બેઠકમાં નિરાકરણ નો સુખદ અંત ના આવતા આગામી ૮ ના રોજ માલધારી સમાજના અમુક મુદ્દા ને લઇ રજુઆત માટે  મિટીંગ  કરાશે. મિટિંગમાં રબારી ભરવાડ ગઢવી આહીર સમાજ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના માલધારી સમાજના આગેવાનો તથા પશુપાલકોની શહેર ભાજપા સંગઠન ટીમ સાથે પાર્ટી કાર્યાલય મનુભાઈ ટાવર, સયાજીગંજ ખાતે મિટિંગ  યોજાઈ હતી. આ મિટિંગમાં શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, સાંસદ  રંજનબેનભટ્ટ, મેયર કેયુર રોકડીયા ,ધારાસભ્ય  સીમાબેન  મોહિલે, સહિત માલધારી સમાજના પૂર્વ કાઉન્સિલર તથા આગેવાનો તેમજ ૧૫૦ જેટલા પશુ પાલકો ઉપસ્થિત રહ્યા હતા.શહેર ભાજપ પ્રમુખ માલધારી સમાજ ની મીટીંગ માં જણાવ્યું હતું કે

 ભારતીય જનતા પાર્ટી પણ જન હિત માટે વિકાસ લક્ષી કામગીરી કરી રાહ છે. અને ચુંટણી સમયે આપેલ વચનો પુરા કરી રહી છે ત્યારે વડોદરાના વિકાસમાં માલધારી સમાજનો ફાળો મહત્વનો બને તે માટે  તેઓના માલિકીના પશુ જાહેર રસ્તા પર રખડતા ના છોડી દે. પશુધન એ માલધારી સમાજ નું ધન છે. તેની જાળવી અને સંભાળ તેઓ રાખે છે. ઉલ્લેખનીય છે કે, રસ્તે રખડતી ગાયો રસ્તા ઉપર પડેલ કચરો અને પ્લાસ્ટીક ખાય છે, જે ગાયોના સ્વાસ્થ્યને નુકશાનકારક છે, તેમજ તેઓનું દૂધ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

છેલ્લા ઘણા વર્ષોથી રસ્તે રખડતા ઢોરની સમસ્યાથી ઘણા  શહેરીજનો અકસ્માતનો ભોગ બન્યા છે. જેથી આવા અકસ્માત  ન થાય તે માટે  પશુપાલકો પોતાના ઢોર રસ્તે ન રખડતા છોડી ના મુકે. વધુમાં આવા રખડતા પશુઓની જાળવણી માટે તેમને વૈકલ્પિક જગ્યા ચાર ઝોનમાં ફાળવામાં આવે અને તે માટે વહિવટી તંત્ર  આયોજન કરી રહી છે. શહેરને રસ્તે રખડતા ઢોર થી મુક્ત કરવા પશુપાલકો પણ સહકાર આપે તેમ અપીલ કરી હતી અને માલધારી પશુ પાલકો તેમના સુચનો અને પશુઓ માટે  જાળવણી માટે  તેઓની રજૂઆત  ૮ ઓક્ટોબરના રોજ  મુખ્ય આગેવાનો  સાથે કાર્યાલય  પર મિટીંગ  કરી યોગ્ય નિર્ણય  કરાશે તેમ જણાવ્યુ હતું.

અને  હવે થી શહેરના રોડ પર પશુધન ન આવે તેમ સમાજના આગેવાનો ને અપીલ કરી  હતી. માલધારીઓના પશુ માટે  વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે  તેમજ તેને સંલગન સુવિધા થાય તેમ વહિવટી તંત્ર  દ્રારા  આયોજન કરાશે તેમ જણાવ્યુ હતું.  મેયર કેયુર રોકડીયાએ પણ પશુપાલકોને અપીલ કરી કે, નીતિ નિયમ મુજબ પશુપાલકો પોતાના ઢોર રાખે. તેમજ શહેરમાં બાકી રહેલાં ૬ હજાર ઢોરોની RFID ટેગીંગની કામગીરી ૩૦ દિવસમાં પુર્ણ કરવાં માટે જાણ કરી હતી.

નાગરિકોને ગુમરાહ કરવા 15 દિવસનાે વાયદા

વડોદરા શહેરને રસ્તે રખડતા ઢોરથી 15 દિવસ માં મુક્ત કરવા માટે નો અભિયાન ખંડેરાવ માર્કેટ થી મનુભાઇ ટાવરમાં ગયું. વહીવટી તંત્રના 15 દિવસના માત્ર વાયદા જ છે.15 દિવસમાં વિશ્વામિત્રી સફાઇ ઝુંબેશ પૂરું થઈ જશે, 15 દિવસમાં ઢોર મુક્ત શહેર થઈ જશે, 15 દિવસમાં ચોખ્ખું પાણી મળશે, 15 દિવસ માં ખાડા પુરાઈ જશે.

શસ્ત્રીબાગથી વાઘોડિયા રોડ અને વીમા દવાખાના જવાના માર્ગને પણ અભિયાનમાં આવરી લેવાશે?

વડોદરાના રાજમાર્ગો પર રખડતા ઢોરો 15 દિવસ પછી ભૂતકાળ બનશે તેવી મેયરની જાહેરાત બાદ  પાલિકાની  ટીમો કામે લાગી ગઈ હતી પરંતુ હકીકત એ પણ છે કે  શહેરના અનેક માર્ગો પર રખડતા ઢોરો ની અડિંગો જોવા મળે છે  રખડતાઢોરોને કારણે લોકો ની મુસીબતો હળવી થઈ નથી શાસ્ત્રી બાગ થી વાઘોડિયા તરફ અને શાસ્ત્રી બાગ થી બાવામાન પૂરા વીમા દવાખાના ના માર્ગ પર ઢોરો અડિંગો જમાવી બેસી જાય છે રસ્તો બંધ થઈ જાય છે છતાંય તંત્ર આંખે પાટા બાંધી આ બધું જોયા કરે છે રખડતા ઢોરોની સમસ્યાને દૂર કરવાના દાવાઓ સમય મર્યાદામાં પૂરા કરવો  મેયર માટે પડકાર છે ત્યારે જોવાનું એ છે કે રોડ પર કબજો જમાવી દેતાં ઢોરો થી વડોદરાને ૧૫ દિવસ માં મુક્તિ મળે છે કે કેમ?

રખડતાં ઢોરોને પકડવાના અભિયાનમાં પાલિકા ગતિ પકડી : બે દિવસમાં 42 ઢોરોને પાંજરે પૂર્યા

મહાનગરપાલિકા દ્વારા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .તેને લઈને પાલિકાની ઢોર પાર્ટી ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ 2 દિવસ ના અભિયાન માં 42 જેટલી  રખડતા ઢોર ને ઢોર ડબ્બામાં પુરી હતી. ગત રોજ 21 અને આજ રોજ પ્રથમ શિફ્ટ માં 21 ઢોર ને ડબ્બા માં પુરી હતી.જોકે આગામી દિવસમાં અભિયાન ને વધું પાલિકા કડક એક્શન લઈને કામગીરી કરવામાં આવશે.

પશુ સાથે પાલકોને પણ રહેવાની વ્યવસ્થા કરો

પશુપાલક અશોક રબારીએ જણાવ્યું હતું કે મીટીંગ જે થઈ છે એમાં નિરાકરણ આયુ નથી, દૂધને અમૃત કહેવાય છે અને અમે લોકો ને અમૃત જ આપે છે તંત્ર દ્વારા જોરદાર ને મુકવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો અમને પણ રહેવાની વ્યવસ્થા આપે જેથી અમારું પશુધન ચોરાય નહીં. મિટીંગ માં માત્ર પશુ માટે રહેવાની વ્યવસ્થા ની વાત કરવામાં આવી છે.અમારા પશુ હવે ઘાસ ની સાથે રોટલી અને શાકભાજી થી પણ ટેવાયેલા છે.

માલધારી સમાજ સિવાયના લોકો પણ ગાયો રાખે છે

ભરવાડ સમાજ માં અગ્રણી વીહા ભરવાડે જણાવ્યું હતું કે બેઠકમાં નિરાકરણ આવ્યું નથી. ગાયો ની વ્યવસ્થા કરે તેમાં તબેલામાં પાણી , લાઈટ અને માલધારીની રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ.શહેરમાં કેટલી ગાયો છે તેનો સર્વે પણ કરવો જોઈએ. માલધારી સમાજ સિવાય યુપી ના  હિન્દી ભાષી અને મહારાષ્ટ્ર સમાજ ના લોકો 10 હજાર થી વધું પશુ ને રાખે છૅ.

Most Popular

To Top