National

સીરિયાના ભૂકંપના કાટમાળમાંથી 5 લોકોના આખા પરિવારને બચાવી લેવાનો વિડીયો સામે આવ્યો

નવી દિલ્હી : 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) આવેલા ધરતીકંપને (Earthquake) કારણે ભારે જાનહાની થઈ હતી. હજારો રાહતકર્મીઓ (Relief worker) બચાવ કાર્ય માટે હજુ પણ ઇમારતોનો કાટમાળ (Rubble OF Buildings) હટાવી રહ્યા છે અને ઈમારતોમાં ખોદકામ કરી રહ્યા છે. ચારો બાજુ બરબાદીનો જ માહોલ છે અને નિરાશા વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવાના ચમત્કારિક બચાવ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આ અઠવાડિયા દરમ્યાન આવા જ એક બચાવનો કિસ્સો બચાવ અભિયાનમાં પશ્ચિમી સીરિયાના ઇદલિબ પ્રાંતમાં એક આખો પરિવાર બચાવી લેવામાં આવ્યો હતો.ઘોર નિરાશા વચ્ચેના આ કિસ્સાથી હજારો ચહેરા ઉપર ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

  • બચાવ અભિયાનમાં પશ્ચિમી સીરિયાના ઇદલિબ પ્રાંતમાં એક આખો પરિવાર બચાવી લેવાયો
  • બિસ્નિયા ગામના ચમત્કારિક વિડીયો સોશિઅલ મીડિયા ઉપર ખુબ વાયરલ થયો
  • એક પરિવારના ત્રણ બાળકો અને બે પુખ્ત વયના લોકોનો બચાવ

એક પરિવારના ત્રણ બાળકો અને બે પુખ્ત વયના લોકોનો બચાવ
પશ્ચિમ સીરિયાના એક પરિવારના ત્રણ બાળકો અને બે પુખ્ત વયના લોકોને તેમના ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે એક વિશાળ ભીડ ઉલ્લાસ અને નારાઓ પણ લોકોએ લગાવ્યા હતા અને જાહેરમાં બોલ્યા હતા કે ‘ભગવાન મહાન છે’ ખરા અર્થમાં આ ચમત્કારિક બચાવને લઇને લોકોના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પશ્ચિમ સીરિયામાં આવેલા બિસ્નિયા ગામના ચમત્કારિક વિડીયો
ખરેખર આ એક સાચો કહી શકાય તેવો ચમત્કાર કહી શકાય જે બચાવનો વીડિયો સીરિયા સિવિલ ડિફેન્સ સ્વયંસેવક સંસ્થા ધ વ્હાઇટ હેલ્મેટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.ટેગલાઈનમાં તેનું કેપશનમાં “એક સાચો ચમત્કાર’ નામથી બાયરલ થયો હતો. જેમાં આનંદના અવાજો આકાશમાં બને હાથો ખોલીને આલિંગન આપવાના દ્રશ્યો હતા. વિશ્વાસની બહારનો આનંદ આજે બપોરે, મંગળવાર, 7 ફેબ્રુઆરી, # પશ્ચિમ સીરિયામાં આવેલા બિસ્નિયા ગામમાં એક સમગ્ર પરિવારને તેમના ઘરના કાટમાળ નીચેથી બચાવી લેવામાં આવ્યો હતો. ઇદલિબ. #Syria #earthquake,” વ્હાઇટ હેલ્મેટે ટ્વિટ કર્યું.

વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ છે કે બચાવકર્મીઓ કાટમાળમાંથી નીકળેલા બાળકોને એમ્બ્યુલન્સમાં લાવી રહ્યા છે. પુખ્ત વયના લોકોને પણ સ્ટ્રેચર પર ધરાશાયી થયેલી ઇમારતમાંથી બહાર કાઢવામાં આવતા જોવા મળે છે.

Most Popular

To Top