World

તૂર્કીયે અને સિરિયામાં ભૂકંપની તબાહી પછી ધણાં લોકો પલાયન થયાં, તૂર્કીયે એરલાઈન્સે લીધો આ નિર્ણય

નવી દિલ્હી: તૂર્કીયે (Turkey) અને સિરિયામાં (Syria) ભૂકંપના (Earthquake) કારણે સ્થિત વણસી છે. 28000થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ ધણાં લોકો સારવાર હેઠળ છે. તબાહીના દ્રષ્યો ભલભલાને હચમચાવી નાંખે તેવા છે. ભૂકંપ પછી પણ સ્થિત સામાન્ય થતા ધણો વાર લાગે તેમ છે. ધણા સ્થળો ઉપર ભૂકંપ પછી પણ તેની સાઈડ ઈફેકટ જોવા મળી રહી છે. જેના કારણે અન્ય લોકો સ્થળ છોડી સુરક્ષિત સ્થળે જઈ રહ્યાં છે. આવા કપરા સમયે તૂર્કીશ એરલાઈને એક મોટુ એલાન કર્યું છે. એરલાઈને જણાવ્યું છે કે તે ફ્રી એર ટિકિટ આપશે. જેના કારણે અન્ય લોકો સુરક્ષિત સ્થળે જઈ શકે.

જણાવી દઈએ કે આ વિનાશકારી ભૂકંપ પછી તૂર્કીયેમાં લોકો સ્થળ છોડીને અન્ય સુરક્ષિત જગ્યા ઉપર જઈ રહ્યાં છે. આવા સમયે તૂર્કીશ તેમજ પેહાસસ એરલાઈન્સે જાહેરાત કરી છે કે તેઓ પીડિતોને ફ્રીમાં ટિકિટ આપશે. પ્રભાવિત જગ્યાથી પીડિતોને ઈસ્તાંબુલ,અંકારા, અંતાલિયા જેવા સ્થળો ઉપર ખસેડવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોલેજો તેમજ યુનિવર્સિટિના હોસ્ટેલમાં પણ લોકોને આશરો આપવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ બચી ગયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે તેમજ બીજા સ્થળે જવા માટે એરપોર્ટ ઉપર ભીડ કરી હતી.

જણાવી દઈએ કે હાલના સમયમાં પણ તૂર્કીયેમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારત તરફથઈ પણ બનતી તમામ મદદો કરવામાં આવી રહી છે. ઈંડિયન આર્મીએ ત્યાં હોસ્પિટલ બનાવી ધાયલોને સારવાર આપી રહી છે. આ ઉપરાંત જાણકારી મળી આવી છે કે આવા કપરા સમયમાં પણ લૂટફાટની સમસ્યા સર્જી હતી. જેના કારણે ત્યાંની સરકાર દ્વારા એક કમિટિની પણ રચના કરવામાં આવી હતી.

તૂર્કીયેમાં ભૂકંપનો પહેલો આંચકો 6 ફેબ્રુઆરીની સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.

Most Popular

To Top