તું ના મરેગા તો મર જાયેગી દુનિયા. 30/11 દેવદીવાળીના રોજ એન.વી. ચાવડાએ તેમના પત્રમાં ધરમપુરના તેરમા જયોતિર્લિંગની જિકર કરી છે ત્યારે તેરનો અંક તો અપશુકનિયાળ ગણાય છે તો વળી તેરનો જ અંક ‘તેરા’ બનીને તેરા મહોત્સવ બની જાય છે. મરવાના ડરથી ચાલતા ધંધાને ધરમનો ધંધો કહીશું તો કોરોના વેક્સિનના ધંધાને વિજ્ઞાનનો ધંધો કહેવું જ પડવાનું છે. કારણ કે સતપથ બ્રાહ્મણથી બ્રાહ્મણ સાચું બોલી શકવાનો નથી અને કાંઇ પણ વૈજ્ઞાનિક મરતા સુધીમાં સત્ય જાણી શકવાનો નથી. વાત જીવતાં શીખવાની છે જ નહીં. મૂળ વાત તો મરતાં શીખવાની જ છે.
ધરમપુર – ધીરુ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.