અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ ટ્રમ્પ પરિવાર માટે કમાણીનું સાધન બની રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ સરકારે છેલ્લા એક વર્ષમાં જે-જે દેશો સાથે મોટી ડીલ કરી, તે જ દેશોમાંથી ટ્રમ્પ પરિવારનો કારોબાર પણ ઝડપથી વધ્યો છે. ટ્રમ્પ જ્યારે ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ત્યારે તેમણે પહેલા કાર્યકાળની જેમ આ વચન આપ્યું ન હતું કે તેમનો પરિવાર નવા આંતરરાષ્ટ્રીય સોદા નહીં કરે. પરંતુ, ક્યારેક ક્રિપ્ટોને છેતરપિંડી ગણાવનારા ટ્રમ્પ હવે પોતે ક્રિપ્ટોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
ટ્રમ્પ પરિવારનો કારોબાર હવે રિયલ એસ્ટેટથી આગળ ક્રિપ્ટો, AI, ડેટા સેન્ટર્સ સુધી ફેલાઈ ચૂક્યો છે. આલોચકોનું કહેવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં રાષ્ટ્રપતિ પદ અમેરિકા માટે ઓછું અને પરિવાર માટે વધુ કામ કરતું દેખાઈ રહ્યું છે. એપ્રિલ 2025માં સાઉદી સમર્થિત ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે લખ્યું- ‘આ અમીર બનવાનો શાનદાર સમય છે, પહેલા કરતા પણ વધુ અમીર.’ તેઓ આ જ માર્ગે ચાલી રહ્યા છે. ટ્રમ્પ પરિવારનો વ્યવસાય ક્રિપ્ટો-AI જેવા 5 સેક્ટરમાં ફેલાયેલો છે જેમાં સૌથી પહેલો આવે છે ક્રિપ્ટો કરન્સીનો વેપાર ડોનાલ્ડ ટ્રમ્પ, સ્ટીવ વિટકૉફ (મધ્ય-એશિયામાં અમેરિકાના વિશેષ દૂત) અને તેમના પુત્રો આ કારોબાર સંભાળે છે.
વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ ટ્રમ્પ મેમકોઇન અને ડબલ્યુએલએફઆઈ ટોકન જારી કરે છે. બીજી વાત છે રિયલ એસ્ટેટ અને ટ્રમ્પ બ્રાન્ડ ની ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન ચલાવે છે. હોટલ, ગોલ્ફ કોર્સ અને ટાવરો માટે ટ્રમ્પ નામથી લાઇસન્સ હોય છે. આ 8 ગ્લોબલ પ્રોજેક્ટ બનાવી રહી છે. ટેકનનોલોજીની વાત કરીએ તો: સ્ટીવ વિટકૉફ અને ડેવિડ સેક્સ AI અને ડેટા સેન્ટરમાં રોકાણની શકયતા જોઇને દરેક ડિલ કરે છે. લુટનિકની કંપની તેમાંથી ફીની આવક મેળવે છે. એનવીડિયા ચિપ્સ યુએઈની G42 ને વેચવાથી નેટવર્કને ફાયદો થયો છે.
સંરક્ષણ અને ટેકનોલોજીની વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે સંકળાયેલી કંપનીઓ ડ્રોન અને સંરક્ષણ ટેકનોલોજીના કોન્ટ્રાક્ટ સંભાળે છે. પેન્ટાગન તરફથી કરારો મળ્યા છે. ટ્રમ્પ મીડિયાનો TAE ટેકનોલોજીસ સાથે ₹49,800 કરોડ રૂપિયાનો વિલિનીકરણ પ્રસ્તાવ છે. નાણાકીય અને રોકાણ કંપનીઓ જેરેડ કુશનર એફિનિટી પાર્ટનર્સ ચલાવે છે. સાઉદી અરેબિયા અને ખાડી દેશોમાંથી હજારો કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આ પૈસા રિયલ એસ્ટેટ, ટેક અને ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવી રહ્યા છે.
યુએઈમાં મે 2025માં ટ્રમ્પ પ્રશાસને યુએઈને અમેરિકી ચિપ્સ વેચવાની મંજૂરી આપી. એનવીડિયા ચિપ્સના વેચાણથી અમેરિકાને AI ઇન્ફ્રામાં વધારો મળ્યો હતો. દુબઈ સમિટમાં વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ પાસેથી 16,600 કરોડના સ્ટેબલકોઈન ખરીદ્યા, જેનાથી ટ્રમ્પ પરિવારને કરોડોનો નફો થયો હતો. તેવીજ રીતે સાઉદી અરબે 2025માં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન સરકારી સમર્થિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ (હોટલ, ટાવર અને ગોલ્ફ કોર્સ) પર વાટાઘાટોમાં રહ્યું. સાઉદી હિતો સાથે સંકળાયેલી દાર ગ્લોબલ 4 પ્રોજેક્ટ આગળ વધારી રહી છે. નવેમ્બર 2025માં ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે સુરક્ષા વાટાઘાટો કરી, જેનો સંભવિત ટ્રમ્પ-બ્રાન્ડેડ પ્રોજેક્ટ સાથે સીધો સંબંધ હોવાનું જણાવાયું.