અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરનો (Cattle) ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક પછી એક અકસ્માત (Accident) થતાં તંત્ર પણ સજાગ બની રહી છે. ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં (Ahmadabad) રસ્તે રખતા ઢોરના કારણે એસજી હાઈવે પર બે ટ્રક (Truck) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અકસ્માતમાં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સોલા સિવિલમાં ખસેડાયો હતો.
અમદાવાદમાં એસજી હાઈવે પરના ઝાયડસ બ્રિજ પર અચનાક જ ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ડ્રાઈવરે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે બ્રિજ પર અચનાક રખડતા ઢોર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ એક ટ્રક પલટી મારી ગઈ હતી. જ્યારે ભેંસનું મોત થયું હતું. ટ્રક પલટી મારી જતાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
રાજ્યમાં રખડતા ઢોરનો આંતક વધતા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ત્યારે આ અંગે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા હાઈકોર્ટે પણ આકરા પ્રહારો કરી કડક પગલાં લેવાના આદેશો આપ્યા હતા. ત્યારે એક્શનમાં આવેલા AMCના સીએનસીડી વિભાદગે 3 દિવસમાં 297 ઢોર પકડ્યા છે. ત્યારે શનિવારે સીએનસીડી વિભાગે 109થી વધુ રખડતા ઢોર પકડ્યા હતા, જ્યારે ઢોર પકડવામાં દખલગીરી કરનારા 6 લોકો સામે અને ઢોર છૂટા મુકનારા સામે 60 ફરિયાદો નોંધાવી છે.
અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ જેવા શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહી રહ્યો છે. સીટીમાં જ્યાં જુઓ ત્યાં રોડ પર રખડતાં ઢોર જોવા મળી રહી છે. રાજ્યમાં રખડતાં ઢોરનો અનેક લોકો ભોગ બન્યા છે. અમદાવાદમાં એક વર્ષમાં 524 જેટલા અકસ્માતોની ઘટનાઓ બની છે. ત્યારે હવે ત્રણ જ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી 540 રખડતા ઢોર પકડીને કેટલ પોન્ડમાં પુરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર 2019ની ગણતરી પ્રમાણે દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર છે, તેમાંથી રખડતા ઢોર અને કુતરાની સંખ્યા પણ જોડાયેલી છે. જેમાં સૌથી વધારે રખડતા ઢોરવાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી આગળ રાજ્ય છે, અને ત્યાર બાદ બીજા નંબર ઉત્તર પ્રદેશ આવે છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે રખડતા ઢોર રખડે છે. ઉલ્લેખનીય છે કે રખડતાં ઢોરનો ભોગ સામાન્ય જનતાની સાથે સાથે નેતાઓ પણ બન્યા છે. હાલમાં જ મહેસાણામાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ઢીંચણના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.