Vadodara

વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી ટ્રક કપૂરાઇપાસેથી ઝડપાઇ : ડ્રાઇવર-કલીનરની ધરપકડ

વડોદરા: જિલ્લા એલસીબીની ટીમે વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના સિદ્ધરાજસિહ સતુભા અને મેહુલસિંહ અનોપસિંહને બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રક  વાઘોડિયાથી કપૂરાઇ ચોકડી તરફ  આવેલી મહાદેવ હોટલમાં ચા નાસ્તો કરી ગોલ્ડન ચોકડી તરફ જવાના છે. જેના આધારે એલસીબીની ટીમના જવાનોએ મહાદેવ હોટલના પાર્કિંગમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના ટ્રક   આવતા તેને કોર્ડન કરી ઉભો રખાવ્યો હતો.

ટ્રકમાં બે લોકો બેઠેલા હતા. જેથી પોલીસે બંનેના નામ સરનામુ પૂછતા વિરેન્દ્રસિંગ સુખદેવસિંગ ખોખર (રહે, નિલો ખેડી કારસારોડ સ્ટેશન એરિયા તા. નિલોખેડી જિ. કરનાલ હરીયાણા, અને મંગારામ પરશારામ વાલિકી રહે ગામ રતનગઢ તા.જિ. કરનાલ હરીયાણાનું માલૂમ પડ્યું હતું. બંને સાથે રાખી ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતા પુઠા બોક્સ અને લાડાના ડ્રમ ભરેલા હતા. જેમાં વાયરો હતા જ્યારે ડ્રાઇવર કેબિલના પાછળની બોડી તથા ક્લીનરની પાઇડ પર તરફ એક  નાનુ ઢાંકણ નટ બોલ્ટ વાળુ મળી ર્આવ્યું હતુ. તેને ખોલાવીની તપાસ કરતા ડ્રાઇવર કેબિન તથા પાછલના ફાલકા વચ્ચે એક ચોર ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. જેથી પોલીસે 5.06 લાખનો વિદેશી દારૂ, બે મોબાઇલ  તથા ટ્રક રૂ.10 લાખ, વાયરો તથા લાકડાના ડ્રમ તથા બોક્સ  33.90 લાખ મળી 49.67 લાખનો મુદ્દામાલ  સાથે ડ્રાઇવર અને ક્લીરની ધરપકડ કરી હતી.

Most Popular

To Top