National

‘તૃણમૂલના ગુંડાઓને ઊંધા લટકાવી સીધા કરવામાં આવશે’, અમિત શાહનો બંગાળમાં પડકાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home Minister) અમિત શાહે (Amit Shah) મંગળવારે પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક જનસભાને સંબોધી હતી. ત્યારે તેમણે બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી પર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના વિરોધ માટે આકરા પ્રહારો કર્યા હતા. તેમજ દાવો કર્યો હતો કે તેઓ કે કોંગ્રેસ CAAને સ્પર્શવાની પણ હિંમત કરી શકશે નહીં.

રાયગંજ મતવિસ્તારના કરંદીઘીમાં એક રેલીને સંબોધતા ગૃહ મંત્રી અમિત શાહે શાળા ભરતી કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ભાજપ જ રાજ્યમાં TMCના ભ્રષ્ટાચાર અને કટ મની સંસ્કૃતિનો નાશ કરી શકે છે. ભાજપે પશ્ચિમ બંગાળમાંથી 35 લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને જો “તે લક્ષ્ય હાંસલ કરશે, તો તૃણમૂલના ગુંડાઓને ઊંધા લટકાવી દેવામાં આવશે અને સીધા કરવામાં આવશે.”

શાહે કહ્યું કે કેમ સીએમ મમતા CAAનો વિરોધ કરી રહી છે
અમિત શાહે CAA રદ કરવા અંગે કોંગ્રેસના નેતાઓની ટિપ્પણી અંગે કહ્યું, “કોંગ્રેસ કે મમતા બેનર્જી CAAને સ્પર્શ કરવાની હિંમત કરી શકશે નહીં, તેઓ CAAનો વિરોધ કેમ કરી રહ્યા છે?” તેઓ કાયદાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેનાથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં મદદ મળશે. તૃણમૂલ બંગાળમાં ઘૂસણખોરીને સમર્થન આપી રહી છે પરંતુ હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે.

બંગાળના સીએમએ CAA રદ કરવાનો દાવો કર્યો હતો
બેનર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે જો વિપક્ષી ગઠબંધન I.N.D.I. જો સત્તામાં આવશે કે જેનો તૃણમૂલ પણ એક ભાગ છે, તો તે સંસદમાં નવો કાયદો લાવીને CAAને રદ કરશે. કેન્દ્ર સરકારે ગયા મહિને CAA કાયદો લાગુ કર્યો હતો. તેમજ સંસદ દ્વારા આ કાયદો પસાર થયાના ચાર વર્ષ બાદ તેનાથી સંબંધિત નિયમોને નોટિફાઈ કરવામાં આવ્યા હતા.

આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ઝડપી નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો હતો. જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા દસ્તાવેજો વિના ભારતમાં આવ્યા હતા.

‘લાખો રૂપિયામાં વેચાઈ નોકરી’- અમિત શાહ
રેલીને સંબોધતા, શાહે કહ્યું, “કલકત્તા હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેમાં હજારો શિક્ષકો કે જેની નિમણૂકો 2016 શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા કરવામાં આવી હતી, તે રદ કરી હતી. તે સમયે લાખો રૂપિયામાં નોકરીઓ વેચાઈ તે શરમજનક બાબત છે. આ પાર્ટીએ નોકરી માટે રૂ.10 લાખ અને 15 લાખની લાંચ લીધી હતી. જેનો અર્થ એ થયો કે જો તમારી પાસે 15 લાખ રૂપિયા નથી, તો તમે તમારા ભાઈઓ અને પુત્રોને નોકરી મેળવી શકશો નહીં?”

Most Popular

To Top