રાજપીપળા: (Rajpipla) છેલ્લા કેટલાક વખતથી ભરૂચ-નર્મદા જિલ્લા સહિત ગુજરાતની પવિત્ર નર્મદા નદીમાં (Narmada River) ગેરકાયદે રેતીખનન કરી સરકારને કરોડોનું નુકસાન કરવા ઉપરાંત નિર્દોષોના જાન લેનાર રેતીમાફિયાઓ અને મિલિભગત કરનાર અધિકારીઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખ વસાવાની (MP Mansukh Vasava) તરફેણમાં ભાજપ નર્મદા જિલ્લા ભાજપ સંગઠન ઊતરી પડ્યું છે. તો બીજી બાજુ રાજ્યભરના મામલતદારો મનસુખ વસાવા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે.
- રેતીમાફિયાઓ સામે પડેલા મનસુખ વસાવા ટ્વીટર પર છવાયા, શાહરુખ ખાનના ‘ટ્રેલર’ને ટક્કર
- ભાજપ સાંસદ મનસુખ વસાવા vs રાજ્યના મામલતદારો: સોશિયલ મીડિયામાં વોર
- શાહરૂખની ફિલ્મના ટ્રેડિંગને પણ પછાડીને મનસુખ વસાવાનો ટ્રેન્ડ બીજા નંબરે પહોંચ્યો
તાજેતરમાં કરજણના માલોદ ગામે રેતી ભરેલી ટ્રકનો બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. એ મુદ્દે મનસુખ વસાવા, મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે તું તું મૈં મૈંના વાયરલ થયેલા વિડીયોએ ભારે ચકચાર જગાવી હતી. સાંસદ મનસુખ વસાવાએ રેતીમાફિયાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આમ જાગૃત લોકપ્રતિનિધિ તરીકે અને સંવેદનશીલ પ્રજાના સેવક તરીકે તેમણે જવાબદારી નિભાવી હતી. જે નીડર અને નિ:સ્વાર્થભાવે એક જનમાનસનો અવાજ હોવાનું સમર્થકોએ જણાવ્યું હતું.
નર્મદા ભાજપ સંગઠન દ્વારા ટ્વીટર, ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં મનસુખ વસાવાની તરફેણમાં ટ્રેન્ડિંગ કરાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના આ તમામ પ્લેટફોર્મમાં મનસુખ વસાવાનો અવાજ આદિવાસીઓ અને આમ પ્રજાનો અવાજ બની ગયો છે. સૌપ્રથમ વખત દેશભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. ખાસ રોચક વાત એ છે કે, હાલ ચાલી રહેલ ટ્વીટર ટ્રેન્ડમાં ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘ટ્રેલર’ના ટ્રેડિંગને પણ પછાડીને મનસુખ વસાવાનો ‘we support mansukh vasava’નો ટ્રેન્ડ બીજા નંબરે પહોંચી ગયો છે. શાહરુખ ખાન ભલે ફિલ્મી પડદાના હીરો હશે પણ છ ટર્મથી સાંસદ મનસુખ વસાવા પ્રજાના રિયલ હીરો બની ગયા છે.