નવી દિલ્હી: કેરળના (Kerala) કોઝિકોડમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલના (Transgender Couple) ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાનની એન્ટ્રી થશે. ટ્રાન્સજેન્ડર કપલ જિયા પાવલ (21) અને જહાદ (23) ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા માતા-પિતા બનવાની ગુડ ન્યૂઝ (Good News) શેર કરી છે. આ કપલ માર્ચ મહિનામાં તેમના પ્રથમ બાળકને જન્મ આપશે. જિયા અને જહાદે ઇન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપી હતી કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે.
દેશના પહેલા કિસ્સો છે જ્યાં એક ટ્રાન્સજેન્ડર કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. જિયા પાવલ એક ડાન્સર છે તે એક પુરુષ તરીકે જન્મયો હતો. અને ત્યાર બાદ એક મહિલામાં બદલાઈ ગઈ હતી. જ્યારે જહાદ એક મહિલા તરીકે જન્મી હતી અને ત્યાર બાદ તે પુરુશ બની ગયો હતો. જહાદે ગર્ભવતી બનવા માટે પોતાના ટ્રાજિશનિંગ પ્રોસેસને બંધ કરી દીધી છે.
ટ્રાન્સજેન્ડર કપલે સાશિયલ મીડિયા પર જણાવ્યું તે જ્યારે અમે ત્રણ વર્ષ પહેલા સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે અમને લાગ્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરોથી અલગ હોવું જોઈએ. મોટાભાગના ટ્રાન્સજેન્ડર યુગલોને સમાજ તેમજ તેમના પરિવારો દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવે છે.
ક્લાસિકલ ડાન્સ ટીચર જિયા પાવલે કહ્યું કે, અમને એક બાળક જોઈતું હતું, જેથી આ દુનિયામાં અમારા દિવસોની ગણતરીના હોવાથી આગળની જિંદગી માટે અમે કંઈક સોંપતા જઈએ. જિયાએ કહ્યું કે ટ્રાન્સ મેન અને ટ્રાન્સ વુમન બનવાની અમારી સફર ચાલુ રહેશે. હું ટ્રાન્સ વુમન બનવા માટે હજી પણ હોર્મોન ટ્રીટમેન્ટ પર છું. ડિલિવરી પછી છ મહિના અથવા એક વર્ષ પછી, જહાદ ટ્રાન્સ મેન બનવા માટે ફરીથી સારવાર શરૂ કરશે.
કપલે ઈનસ્ટાગ્રા પોસ્ટ શેરમાં લખ્યું કે ‘મા બનવા માટે મારું સપનું અને પિતા બનવા માટે મારા પાર્ટનરના સપનાને અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ. આગળ તેમણે લખ્યું જહાદના ગર્ભમાં આઠ મહિનાનું ભ્રૂણ છે. જોકે, હું જન્મથી જ પોતાના શરીરથી એક મહિલા હતી નહીં, પરંતુ મારી અંદર એક સપનું હતું કે મને કોઈ ‘મા’ કહીને બોલાવે…અમારા સંબંધોને ત્રણ વર્ષ થઈ ગયાં છે. મારા માતા બનવાના સપનાની જેમ જ જહાદનું પિતા બનવાનું સપનું છે અને આજે આઠ મહિનાનો ગર્ભ તેની મરજીથી તેના પેટમાં છે.’ ઈનસ્ટાગ્રામમાં કપલની પોસ્ટને ઘણી લાઈક અને શુભકામનાઓ મળી રહી છે.
તમને જણાવી દઈએ કે જિયા પાવલ કોઝિકોડની રહેવાસી છે. જ્યારે જહાદ તિરુવનંતપુરમનો છે. મેટરનિટી લીવ લેતા પહેલા તે એક એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી. બંનેએ પોતાની ટ્રાન્સજેન્ડર ઓળખ શોધી કાઢ્યા બાદ પરિવાર છોડી દીધો હતો.
ઘણી પ્લાનિંગો બાદ લીધો નિર્ણય
જિયા પવાલે જણાવ્યું કે, ઘણું વિચાર્યા પછી તેણે બાળક લેવાનું નક્કી કર્યું. તેણીએ ઉમેર્યું, “જહાદે પહેલાથી જ બંને સ્તનો હટાવી દીધા છે.અને અમે બંને હોર્મોન સારવાર સાથે આગળ વધી રહ્યા છીએ. તેણીને કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોકટરોની મદદ મળ્યા બાદ ધન્યવાદ કર્યું હતું. જ્યાં જેહાદ આવતા મહિને તેના બાળકને જન્મ આપવા જઈ રહી છે. જિયાએ કહ્યું કે ડોકટરોએ અમને ગર્ભધારણ પ્રક્રિયા વિશે વધુ ન જણાવવા કહ્યું છે. જહાદે બંને સ્તનો કાઢી નાખ્યા હોવાથી, અમે આશા રાખીએ છીએ કે મેડિકલ કોલેજમાં બ્રેસ્ટ મિલ્ક બેંકમાંથી બાળકને ફીડ કરવામાં આવશે.