SURAT

એક મહિનાની બાળકીને ઘરે મુકી માતા કરિયાણું લેવા ગઈ તે પાછી આવી જ નહીં, રેલવે ટ્રેક પર..

સુરત: (Surat) સચિન જીઆઇડીસીની (Sachin GIDC) શિવનગર બરફ ફેક્ટરી નજીક રેલવે ટ્રેક (Railway Track) ઓળંગી રહેલી મહિલાનું (Women) ટ્રેન (Train Accident) અડફેટે મોત (Death) નીપજ્યું હતું. મહિલા ઘરનું કરિયાણું લઇ પરત ફરી રહી હતી અને રસ્તામાં મોત મળ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ ઓરિસ્સાના વતની અને સચિન જીઆઇડીસી શિવનગર બરફ ફેક્ટરી પાસે રહેતા સાગર પઢિયાર વેલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની સાગરિકા (ઉં.વ.25)એ મહિના પહેલાં જ બાળકીને જન્મ આપ્યો હતા. દરમિયાન ગત સાંજે સાગરિકા કરિયાણું લેવા માટે નીકળી હતી. તેણી રાત્રે 10 વાગ્યાના સુમારે ઘરે પરત ફરતી વખતે સચિન રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી, એ સમયે પસાર થતી ટ્રેન અડફેટે આવી ગઇ હતી. ગંભીર ઇજાને પગલે સાગરિકાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રેલવે પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અડાજણમાં નિર્માણાધીન બિલ્ડિંગ પરથી પથ્થરનો મોટો ટૂકડો પડતાં શ્રમજીવીનું મોત
સુરત: અડાજણ વિસ્તારમાં નવી બંધાઇ રહેલી બિલ્ડિંગ ઉપરથી શ્રમજીવી ઉપર પથ્થર પડતાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કતારગામ આંબાવાડી ખાતે ફૂટપાથ ઉપર રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની દુર્ગારામ શંભુરામ ચંદ્રવંશી (ઉં.વ.30) મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. દુર્ગારામ ચંદ્રવંશી હાલ અડાજણ મધુવન સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન ગત બપોરે દુર્ગારામ ઉપર બિલ્ડિંગ ઉપરથી પથ્થર પડ્યો હતો. તેને ડાબા પગ અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી તેનો મિત્ર બાબુલાલ તેને સારવાર માટે અત્રેની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સ્મીમેરના પીએમરૂમના કર્મીનું રાજસ્થાનમાં મોત
સુરત: મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ વિભાગમાં નોકરી કરતા કર્મચારીનું રાજસ્થાનના પોખરણ ખાતે હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. કર્મચારીના પરિવારે મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવવાનો આગ્રહ રાખતાં ખટોદરા પોલીસે પોખરણ ખાતે પીએમ કરાવવા જવાનું જણાવ્યું હતું. પોલીસ અને પરિવાર વચ્ચે થયેલી સમજાવટને પગલે આખો દિવસ મૃતદેહ રઝળ્યો હતો. અંતે સુરતમાં પીએમ કરાયું હતું. મોત પાછળનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે.

નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના પોખરણના વતની અને ભટાર સોમનાથ સોસાયટીમાં રહેતા સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં ફરજ બજાવતા મહેશ ગોરધન સોલંકી (ઉં.વ.40) થોડા દિવસ પહેલાં વતન રાજસ્થાન ગયા હતા. જ્યાં તેમને છાતીમાં દુખાવો થવા સાથે ઊલટી થઇ હતી. જ્યાંની ખાનગી હોસ્પિટલમાં મહેશ સોલંકીને લઇ જવાતાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. દરમિયાન રવિવારે સવારે મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો લઇ આવ્યા હતા. જ્યાં ખટોદરા પોલીસે મૃત્યુ પોખરણમાં થયું હોવાથી ત્યાં પીએમ કરવાનું પરિવારજનોને જણાવ્યું હતું. જો કે, પરિવારે આગ્રહ કરતાં સુરતમાં પીએમ કરવામાં આવ્યું હતું. પોલીસ અને પરિવાર વચ્ચે સમજાવટ થતાં આખો દિવસ પસાર થયો હતો અને મૃતદેહ રઝળ્યો હતો. દરમિયાન નવી સિવિલમાં જ પીએમ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top