ગોંદિયા: મહારાષ્ટ્રના ગોંદિયામાં એક પેસેન્જર ટ્રેન અને માલસામાન ટ્રેન વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતમાં ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત મધરાતે 2.30 વાગ્યે થયો હતો. સિગ્નલ બંધ હોવાના લીધે અકસ્માત થયો હોવાની વિગતો સાંપડી છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈના જાનહાનિના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી એક ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી. સિગ્નલના અભાવે પેસેન્જર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી.
મળતી માહિતી મુજબ સિગ્નલની સમસ્યાના કારણે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. સિગ્નલ મળતાં જ બિલાસપુર-ભગતની કોઠી પેસેન્જર ટ્રેન આગળ નીકળી ગઈ. તે જ સમયે આ ટ્રેક પર માલગાડી નાગપુર તરફ જઈ રહી હતી. રેલવે સિગ્નલ ન મળતાં પેસેન્જર ટ્રેને ગોંદિયા ફાટક પાસે માલગાડીને ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન દુર્ઘટનામાં કુલ 50 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 13ને સામાન્ય ઈજા થઈ છે.
રેલવેને ટાંકીને જણાવ્યું હતું કે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવવાના કારણે આ દુર્ઘટના બની હતી. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન આગળ નીકળી ગઈ હતી. ગોડિયા પહોંચતાની સાથે જ તે જ ટ્રેક પર ઉભેલી માલગાડીએ તેને પાછળથી ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિશિયન તરફથી યોગ્ય સિગ્નલ ન મળવાને કારણે આ દુર્ઘટના બની હતી. 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે અને 13ને સામાન્ય ઈજાઓ થઈ છે. ટ્રેનોની અવરજવર અંગે ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે લાઇન પર અપ અને ડાઉન ટ્રાફિક સવારે 5:45 વાગ્યે ફરી શરૂ થયો હતો.