ગુરુવારે તાજનગરીમાં એક ફોન કોલથી હંગામો થયો હતો. તમામ દેશી અને વિદેશી પ્રવાસીઓને ઉતાવળમાં તાજ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. શોધ અને તપાસ બાદ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે અધિકારીઓએ રાહતનો શ્વાસ તો લીધો , પરંતુ તે જ સમયે તેઓનો ગુસ્સો પણ ખૂબ જ વધી ગયો હતો, હકીકતમાં, લશ્કરની ભરતી મુલતવી રાખી નારાજ થયેલા વ્યક્તિએ આ કામ કર્યું હતું.
સવારે કોઈએ પોલીસ હેલ્પલાઈન નંબર ( HELP LINE NUMBER) 112 પર ફોન કર્યો હતો અને તાજમહેલને ( TAJMAHAL) ઉડાવી દેવાની ધમકી આપી હતી. કોલરે કહ્યું કે તાજમહેલની અંદર એક વિસ્ફોટક છે જે થોડી વારમાં ફૂટી જશે. બાતમી મળતાં તાત્કાલિક આગ્રા પોલીસને ( AGRA POLICE) એલર્ટ કરી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત પહોંચ્યો હતો અને સીઆઈએસએફ સાથે તાજમહેલની અંદરના તમામ પ્રવાસીઓને બહાર કાવામાં આવ્યા હતા. પ્રવાસીઓ ગભરાઈ ન જાય તેથી તેઓને કશું પણ કહેવામા આવ્યું નોહતું. પરંતુ અચાનક તેમને આ રીતે બહાર કાઢયા પછી અને પોલીસ દળ જોતાં લોકો ડરી ગયા અને તેઓ જાતે જ ભાગવા લાગ્યા હતા. જોકે, સવાર હોવાથી તાજમહેલમાં બહુ ભીડ નહોતી, તેથી પોલીસે ખૂબ જહેમત ઉઠાવી ન હતી.
તાજમહલથી પ્રવાસીઓને બહાર નીકળ્યા પછી તેના બંને મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા અને અંદરની તરફ અલગ અલગ જગ્યાઓ પર શોધખોળ કરવામાં આવી હતી. અહીં પોલીસે તે નંબર શોધી કાઢ્યો હતો. જ્યાંથી તાજમહેલ પર બોમ્બની માહિતી માટે કોલ આવ્યો હતો.
સેનાની ભરતી રદ થતાં ગુસ્સે થયેલા યુવકે બનાવટી કોલ કર્યો હતો
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે નંબર શોધી કાઢયા પછી જાણવા મળ્યું કે ફોન કરનાર યુવક ફિરોઝાબાદનો છે. આગ્રા પોલીસે ફિરોઝાબાદ પોલીસ પ્રશાસનને એલર્ટ કરી દીધું હતું. ત્યાં એક યુવક ઝડપાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આર્મી ભરતી રદ થવાને કારણે યુવક ગુસ્સે હતો અને તેથી જ તેણે બનાવટી કોલ કર્યો હતો.
દરરોજ આશરે 5,૦૦૦ પ્રવાસીઓ તાજમહેલ સંકુલની મુલાકાત લે છે. અહીં અગાઉ વિસ્ફોટક મળ્યાની નકલી માહિતી મળી હતી. 2008 માં પણ આવું જ બન્યું હતું. ત્યારે એક વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો હતો. બાદમાં ખબર પડી કે ફોન દક્ષિણ ભારતથી આવ્યો હતો. બાદમાં પોલીસે તમિળનાડુથી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તેણે પોલીસને હેરાન કરવા માટે આ કર્યું છે.