સુરત: સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. અનેક વિસ્તારમાં ગાંજો, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યાં છે. હવે આ નશાનો પદાર્થ વેચનારા અને તે ખરીદી નશો કરનારાઓએ લોકો પર ત્રાસ ગુજારવા માંડ્યો છે. સુરતના અનેક ઔદ્યોગિક વિસ્તારમાં નશેડીઓ દ્વારા સામાન્ય પ્રજાને રંજાડવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીઓમાં હેરાનગતિ વધી ગઈ છે.
- અસામાજિક તત્વોની દાદાગીરી, નશીલા પદાર્થોનું વેચાણ, રોડ પર દબાણ સહિતના પ્રશ્નો વ્યાપક
- વિવર્સ એસોસિએશને સભ્યો સાથે બેઠક યોજી, પોલીસ અને પાલિકામાં રજૂઆત પણ કરાશે
(Surat) કાપોદ્રાની અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પાવરલૂમ (Power looms) કારખાનાઓમાં કામ કરતાં કારીગરોને (labor) અસામાજિક તત્વોએ (Antisocial elements) ધમકાવતા કારખાનેદારો વિવર્સ એસોસિએશનની ઓફિસમાં જમા થયા હતાં. પરપ્રાંતીય કામદારોમાં અસામાજિક તત્વોનો ખોફ ફેલાતા અંજનીમાંથી કામદારોનું પલાયન શરૂ થયું છે. વિવરોએ આક્ષેપ કર્યો હતો કે અસામાજિક તત્વો છડેચોક એસ્ટેટમાં નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યાં છે. હપ્તાખોરીની સમસ્યા પણ કારીગરોને ડરાવી રહી છે એવા આક્ષેપો એસોના. અગ્રણી વિજય માંગુકિયાએ કર્યો છે. એસોસિએશન સોમવારે મ્યુનિ.કમિ. અને પોલીસને રજૂઆત કરશે.
અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 1000 એકમો આવેલા છે
અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એમ્બ્રોઈડરીના એકમો મોટી સંખ્યામાં ચાલી રહ્યાં છે. અંજનીમાં 120 ફૂટનો રોડ છે પણ અસામાજિક તત્વો દ્વારા રોડ પર મોટાપાયે દબાણ કરી રોડ માત્ર 20થી 30 ફૂટનો રહી ગયો છે. અસામાજિક તત્વો દ્વારા એસ્ટેટમાં નશીલા પ્રદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કારીગરોને માર મારીને ધમકાવવામાં આવી રહ્યાં છે. એસોસિએશને આ મામલે પોલિસને પણ રજૂઆત કરવામાં આવી છે. આજે અંજની ઈન્ડસ્ટ્રિ એસો.ના આગેવાનોએ સભ્યો સાથે આ મુદ્દે બેઠક યોજી હતી.
જુની બોમ્બે માર્કેટમાં ભાડુતે ભાડે લીધેલી દુકાન બીજાને ભાડે આપી દીધી હતી
સુરત : જુની બોમ્બે માર્કેટમાં વેપારીએ દુકાનનું બે વર્ષથી ભાડું નહીં આપી દુકાન પણ ખાલી નહીં કરતા દુકાન માલિક અને તેના પુત્ર સહિત દુકાનના બીજા ભાડુત સાથે મળીને અન્ય પાંચ છ જણાએ દુકાનમાંથી સામાન ફેંકી દઈ તાળુ મારી દીધું હતું. બાદમાં ભાડુઆતે દુકાન માલિક સહિત બીજા પાંચ-છ અજાણ્યાની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા એલએચ રોડ પર ત્રિકમનગર પાસે જોલી એવન્યુમાં રહેતા 41 વર્ષીય ભરતભાઇ પારસમલ કોઠારી બોમ્બે માર્કેટમાં ભાડેથી દુકાન ચલાવે છે. ભરતભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં દુકાનના માલિક નાથુભાઇ શંકરભાઇ ચૌધરી અને તેમના પુત્ર યોગેશ (બંને રહે. ૬૦૩, દિનબંધુ આવાસ એપાર્ટમેન્ટ, અમરદીપ એપાર્ટમેન્ટ સામે ભટાર તથા મુળ તાપી) તથા કુંદનમલ નથમલ જૈન (રહે.ડી/૨૦૧,જોલી એવન્યુ એપાર્ટમેન્ટ, વરાછા), પંકજ રૂપચંદ જૈન (રહે.એલ/૭,પંચરત્ન ગાર્ડન, ઉમરવાડા, વરાછા) અને અન્ય પાંચ-છ અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભરતભાઈની દુકાનમાં ગત 19 ઓક્ટોબરે નાથુભાઈ તેમનો પુત્ર યોગેશ, કુંદનમલ તેનો સાળો પકંજ જૈન તથા અન્ય પાંચ છ અજાણ્યા ગયા હતા. દુકાનનું તાળુ તોડી નાંખી દુકાનમાંથી તમામ માલ સામાન બહાર ફેકીં દીધો હતો. તેમજ દુકાનમાં નવુ તાળુ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મૂળ દુકાન નાથુ ચૌધરીની છે અને તેએ કુંદનમલને ભાડેથી આપી હતી. અને કુંદનમલે ભરત કોઠારીને ભાડે આપી હતી. જોકે ભરત કોઠારી ભાડેથી દુકાન લીધા બાદ છેલ્લા બે વર્ષથી ભાડુ ચુકવતો નહોતો. જેથી નાથુ અને તેનો ભાડુત કુંદનમલે તેને દુકાન ખાલી કરવી દેવા માટે કહ્નાં હતું. પરંતુ ભરત દુકાન ખાલી નહીં કરતા ભરત સામે વરાછા પોલીસમાં અરજી પણ કરી હતી. અંતે ગઈકાલે ભરતે માલિક સામે જ ફરિયાદ નોંધાવી હતી.