આપણા ભારત જેવા દેશમાં, અર્થતંત્રવાળા દેશમાં બેકારો વધારે છે. અતિ વસ્તીવાળા દેશમાં યુવાનો પણ વધારે છે. એક રીતે આ આપણી માનવશક્તિ છે જે એનો ઉપયોગ કરવામાં આવે તો દેશમાં વિકાસનો દર ઝડપથી ઊંચો જાય પણ ભારતમાં બેરોજગારીનો દર ઊંચો જાય છે. આપણું તેના પર ધ્યાન જ જતું નથી. આમાં વૃદ્ધિ અને વિકાસની ભ્રામકતા વધે છે આપણને પરિસ્થિતિની ગંભીરતા સ્પર્શી જ નથી હવે કોમ્પ્યુટર અને યાંત્રિકીકરણને લીધે આપણે જરૂરિયાતથી ઓછા માણસોથી કામ ચલાવીએ છીએ.
નોકરીમાં ઓછા માણસો તો રાખીએ છીએ પણ પગાર પણ ઓછો આપીએ છીએ. આપણે દર્દી તરીકે હોસ્પિટલમાં લાખોમાં બીલ ચૂકવીએ છીએ પણ ત્યાં કામ કરતાં નર્સ કે વોર્ડ બોયના પગાર વિશે કહી જાણવા પ્રયત્ન કર્યો છે ખરો? 200 કે 300 રૂપિયા આપીને પિક્ચર જોવા જઈએ છીએ પણ એ જગ્યાએ કામ કરતા સફાઈ કામદારથી મેનેજર સુધીનાં માણસોને ખુબ જ ઓછા પગાર ચૂકવાય છે. આજનો યુવાન હાથમાં મોબાઈલમાં ચેટીંગ કરતો બેસી રહેશે તો દેશનો વિકાસ નહી થાય. રોજગારી મોટો પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવો જ જોઈએ.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે