વડોદરા: ચૈત્ર નવરાત્રીમાં દુર્ગામાતાના નવ વિવિધ રૂપોની પૂજા અર્ચના કરીને ભક્તો અને સાધકો આશીર્વાદ મેળવે છે. શાસ્ત્ર માં લખ્યું છે કે કળિયુગ માં દેવી પૂજન એ શીઘ્ર ફળ આપે છે અને શુદ્ધ મન અને શુદ્ધ વિચાર અને શુદ્ધ પૂર્ણ શ્રદ્ધા થી કરેલું દેવી પૂજન એ લાભ આપે છે. શક્તિની પરમ કૃપા નો શ્રેષ્ઠ અવસર એટલે નવરાત્રી પર્વ અને નવરાત્રીમાં નવદુર્ગા ના અલગ અલગ સ્વરૂપો નું પૂજન અર્ચન કરવાથી મનોકામના પુર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રીના ચોથા નોરતે કુષ્માંડા માતાજીનું પૂજન અર્ચન કરવાથી સુખ પુત્ર અને ધન પ્રાપ્ત થાય છે. કુષ્માંડાએ નવદુર્ગા નું ચોથું સ્વરૂપ છે માતાજી સદૈવ પ્રસન્ન મુદ્રા માંજ રહે છે કુષ્માંડા નો અર્થ “કુત્સિત ઉષ્મા કુષ્માં ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. પોતાના હાસ્ય થી બ્રહ્માંડ નું નિર્માણ કરનાર માં કુષ્માંડા સૃષ્ટિ નું આદી સ્વરૂપ છે માં કુષ્માંડા ને આઠ ભુજાઓ છે જેમાં કમંડળ, ધનુષ, કમળ, બાણ ,અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલા છે માં કુષ્માંડાના પૂજનથી બધી વિપત્તિઓનો નાશ થાય છે. નવરાત્રીના ચોથા નોરતે માં કુષ્માંડાનું શ્રદ્ધા ભાવથી પૂજન અર્ચન કરવું જોઈએ સાધકે ખાસ કરી ને પોતાની ઇન્દ્રિયો ને સંયમ માં રાખીને માતા કુષ્માંડાની ભક્તિ કરવી જોઈએ માં કુષ્માંડા દેવીની ભક્તિ થી સાધક ને પુત્ર ધન સુખ માન અને સંમાન ની પ્રાપ્તિ થાય છે ખાસ કરી ને સાધક ના જીવન માં પડતી સમસ્ત કષ્ટ અને પીડાઓથી માં કુષ્માંડા રક્ષણ કરે છે માં કુષ્માંડાને પીળા આસન પર બિરાજિત કરી લાલ અને પીળા પુષ્પ અર્પણ કરી ખીર કોળું અને સફરજન નું નૈવેદ્ય માતાજી ને અર્પણ કરવું *રીમ કુષ્માંડાયે નમ:* આ મંત્ર ની એક માળા કરી માતાજીનું પૂજન અર્ચન કરવું લાભ કારી રહે છે.
આજે ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા અર્ચના
By
Posted on