Vadodara

નવલખી દુષ્કર્મ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા, બંનેના મોઢા પર કોઈ અફસોસ નહીં

વડોદરા : રાજ્યભરમાં 26 મહિના અગાઉ ખળભળાટ મચાવી દેનારા નવલખી ગેંગ રેપ કેસમાં કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને બંને આરોપીઓને આજીવન કેસ એટલે કે જીવે ત્યાં સુધીની સજા ફટકારી છે. નવાઈની વાત તો એવી છે કે, કોર્ટના ચુકાદા ટાણે પણ બંને ગુનેગારોના ચહેરા પર લેસમાત્ર અફસોસ જોવા મળ્યો ન હતો. નવલખીના મેદાનમાં 2019 ના ૨૮ નવેમ્બરે આઠ વાગે શહેરની મધ્યમાં રહેતી 14 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે દાંડિયાબજાર ખાતે આવેલા એક દરગાહ પર દર્શન કરવા ગયા હતા ત્યારબાદ બંને મોપેડ ઉપર બેસીને નવલખી કમ્પાઉન્ડ પાસે આવ્યા હતા અને પીપળેસ્વર મહાદેવના મંદિર પાસે આવેલ મકાન ની ખુલ્લી જગ્યામાં બેસીને વાતચીત કરતા હતા તે  દરમિયાન  8.30 વાગે ડંડા ધારી બે ઇસમો પોલીસનો રોફ ઝાડતા ધસી આવ્યા હતા.

બંને ઈસમોએ ધમકાવિને ઝપઝપી કરતા સગીરાનો મિત્ર મોપેડ મુકી ને ભાગી છૂટયો હતો. નિર્જન એકાંત વિસ્તારમાં બન્ને નરાધમો સગીરાને મારઝુડ કરીને ગીચ ઝાડી ઝાંખરામાં ઘસડી ગયા હતા.વચ્ચે 8 ફુટ ઉંચી દીવાલ આવતા સગીરા ને ધક્કો મારી ને બીજી તરફ ફેંકી દીધા બાદ અત્યંત જાનથી મારી નાખવાની ધમકી આપીને નજીક ની આંબાવાડી પાસે બળજરીપૂર્વક કપડા કઢાવ્યા હતા. બંને ઈસમોએ બીડી પીતા પીતા તાપણું કરીને અવાજ કર્યો હતો મારી નાખીશું આરોપી જશા વનરાજ સોલંકી મોઢું દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો અને તેજ પ્રકારે કિશન કાળુભાઈ માથાસુરીયા એ પણ હીનકૃત્ય કરીને દુષ્કર્મ આચર્યું હતું નરાધમોએ સગીરાને મુખમૈથુન પણ કરાવ્યું હતું અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરી ને વાસના સંતોષી હતી.

બીજી તરફ નાસી છુટેલા મિત્રએ જાહેર માર્ગ ઉપર આવીને પસાર થતી પીસીઆર પાસે હકીકત જણાવી ને મદદ માગી હતી. પોલીસની તુરત જ ઘટનાસ્થળે તપાસ કરી હતી વાહન અને મોબાઈલની લાઈટ નિહાળતા જ બન્ને નરાધમો પલાયન થઈ ગયા હતા આશરે દોઢથી બે કલાક સુધી પોલીસે શોધખોળ કર્યા બાદ ભોગ બનનાર પીડિતા અત્યંત દયનીય હાલતમાં જોવા મળી હતી. ગંભીર ગુના નો બનાવ રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જોકે કલંકિત ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ માં લીધી હતી દસ દિવસ સુધી અવિરત દોડધામ કર્યા બાદ બંને નરાધમોને પોલીસે દબોચી લીધા હતા. રોડ ઉપર ફુગ્ગા વેચતા આરોપીઓ એ બંને સગીર વયનાઓ ને જોતા જ બળાત્કારનો કારસો રચી ને ગુનાહિત કૃત્ય કર્યું હતું.

જે કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો કોર્ટ ના જજ આર ટી પંચાલની કોર્ટમાં ચાલી ગયો હતો સરકાર તરફે ધારાશાસ્ત્રી પી જે ઠક્કરે 370 પાનની ધારદાર દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાક્ષીઓ 40સાહેદો અને મેડિકલ પુરાવો ને ધ્યાને લેતા જજે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા અને બંને નરાધમોને ધી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેન્સ એક્ટ ની કલમ મુજબ આજીવન સખત કેદની સજા તથા ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા નો પણ હુકમ કર્યો હતો.

જીવે ત્યાં સુધીની સજા પામેલ ગુનેગારો

કિશન કાળુભાઈ માથાસુરીયા દેવીપુજક
ઉમર વર્ષ 28,રહે: ફૂટપાથ પર ગંગાસાગર રોડ ગુરુદ્વારા તરસાલી વડોદરા મૂળ રહે હુડકો ચોકડી, સાંઢિયા પુલ ની બાજુમાં આવેલ ખાડા છાપરા મા.રાજકોટ. મુળ ગામ: દશામા ના મંદિર પાસે, ઈસરવાડા તાલુકો તારાપુર જીલ્લો આણંદ

જશા વનરાજભાઈ સોલંકી દેવીપુજક
ઉંમર વર્ષ 21,રહે: કાચા છાપરા ના રાજા નંદ બિલ્ડીંગ પાસે સોમા તળાવ બગીચો તરસાલી ચોકડી વડોદરા મુળગામ લાલકા તાલુકો બાબરા જીલ્લો અમરેલી.

Most Popular

To Top